INDIAN PENAL CODE 1860 – IPC Sec 378

0
IPC SEC 378

IPC SEC 378

 

Table of Contents

                INDIAN PENAL CODE 1860 – IPC Sec 378 

                                                               ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ 

                                                                       IPC Sec 378 

                                                                                 પ્રકરણ 17 –  મિલકત વિરોધના ગુના

                                                                                        IPC SEC 378 ચોરી

જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના કબજા માંથી તેની સંમતિ વિના કોઈ જંગમ મિલકત બતદાનત થી લઈ લેવાના ઇરાદાથી તે મિલકતની ખસેડે તેણે ચોરી કરી કહેવાય જેને IPC Sec 378 તરીકે ઓળખવામાં આવે છે.

સ્પષ્ટીકરણ 1 – કોઈ વસ્તુ જમીન સાથે જરૂરી હોય ત્યાં સુધી તે જંગમ મિલકત ન હોવાથી તેની ચોરી થઈ શકે નહીં પરંતુ તેને જમીનમાંથી જુદી પાડવામાં આવે કે તરત તે ચોરી કરી શકાય એવી વસ્તુ બની જાય છે.

સ્પષ્ટીકરણ 2 – કોઈ વસ્તુને જમીનથી જુદી કરવાના કૃત્યથી થયેલું તેનું સ્થળાંતર ચોરીનો ગુનો બની શકે.

સ્પષ્ટીકરણ 3- કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ખરેખર ખસેડે ત્યારે તેમજ તેને ગતિશીલ થતા અટકાવનારી અડચણ દૂર કરે અથવા તેને બીજી વસ્તુથી જુદી પડે ત્યારે તે વસ્તુને ખસેડી કહેવાય.

સ્પષ્ટીકરણ -4 કોઈ વ્યક્તિ પશુને કોઈ રીતે ગતિમાન કરે તેણે તે પશુને તેમજ ગતિમાન થવાના પરિણામે તે પછી એ ખસેડી હો તે દરેક વસ્તુને ખસેડી કહેવાય.

સ્પષ્ટીકરણ 5 – આ વ્યાખ્યામાં જણાવેલી સંમતિ સ્પષ્ટ અથવા ઘર્ભિત હોઈ શકે અને કબજેદાર વ્યક્તિ અથવા સંમતિ આપવાનો જેને સ્પષ્ટ અથવા ગર્ભિત અધિકાર હોય તે વ્યક્તિને તે આપી શકે

                                                                  ઉદાહરણ – IPC SEC 378

(૧) ‘ક’ ની સંમતિ વિના તેના કબજા માથી ‘બ’  એક ઝાડ બતદાનત થી લઈ જવાના ઇરાદાથી ‘ક’ ની જમીન ઉપરનું કોઈ ઝાડ કાપી નાખે છે અહીં ‘ તે ઝાડ કાપીને જુદુ કરે કે તરત તેને ચોરી કરી ગણાય.

(૨) ‘એ’ પોતાના ખિસ્સામાં કુતરા ને લલચાવનારી વસ્તુ રાખીને ‘બી’ ના કૂતરાને પોતાની પાછળ આવવા લલચાવે છે. અહીં ‘ ‘નો ઇરાદો તે કૂતરાને બી ના કબજા માંથી ‘બી’ ની સંમતિ વિના બદદાનત  થી લઈ જવાનો હોય તો તે ‘બી’ નો કૂતરો અને પાછળ ચાલવાનું શરૂ કરે કે તરત જ ‘એ’ ચોરી કરી ગણાય.

૩)’ ક’ ને કીમતી વસ્તુઓ ભરેલી એક પેટી લઈ જતો પોથીઓ ઓ મળે છે. પોતે કીમતી વસ્તુઓ બદ્દાદાનત થી લઈ શકે તે માટે ‘ક’ પોથી યાને અમુક દિશામાં હાકે છે તે પોથીઓ ચાલવાનું શરૂ કરે કે તરત ‘એ’ તે કિંમતી વસ્તુઓની ચોરી કરી ગણાય…

૪) ‘જ’ નો નોકર હોય ને તેને પોતાની સોના ચાંદીની વસ્તુઓ સંભાળવા માટે સોંપે છે ની સંમતિ વિના એ વસ્તુઓ લઈને નાશી જાય છે ચોરી કરે છે તેમ ગણાય.

૫) ‘જ’ ના રહેણાંકના ટેબલ ઉપર પડેલી જ ની વીંટી ‘ક’ ને જડે છે અહીં તે વીંટી ‘જ’ ના કબજામાં છે અને જો ‘ક’ એને બદદાનથી ખસેડે તો તેને ચોરી કરી ગણાય.

કલમ ૩૭૯ : ચોરી માટે શિક્ષા

જો કોઈ વ્યક્તિ ચોરી કરે તેને ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે દંડની શિક્ષા કરવામાં આવશે

                                                             ગુનાહો ની કાર્યવાહી

ચોરી – ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને- કોગ્નિઝેબલ- નોનબેલેબલ – કોઈપણ મેજિસ્ટ્રેટ

                                                                        તત્વો

  • આરોપીને દોષિત ઠરાવવા ફરિયાદી પક્ષે પૂરવાર કરવું પડે કે
  • ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત હતી.
  • તે કોઈના કબજામાં હતી.
  • આરોપીએ તે ખસેડેલી છે.
  • તેણે તેમ કબજેદારની સંમતિ વિના કરેલું છે.
  • તેણે કબજેતરના કબજા માંથી લઈ લેવા તેમ કરેલું છે.
  • તેણે તે અપ્રામાણિકતાપણે કરેલું છે .
  • IPC Sec 378

આ પણ વાંચો ..

IPC Sec 375 | કોઈએ બળાત્કાર કર્યો હોય તેવું ક્યારે કહી શકાય?

Hindu Marriage Act Sec 19 | છૂટાછેડા ની અરજી ક્યાં કરી શકાય

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ | Hindu Law

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

 

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *