Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

0
Hindu Marriage Act Sec 24

Hindu Marriage Act Sec 24

     Hindu Marriage Act Sec 24 –હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫

     નમસ્કાર મિત્રો આજે આપણે હિન્દુ લગ્ન અધિનિયમન ની કલમ ૨૪ એટ્લે કે Hindu Marriage Act Sec 24 વિષે ચર્ચા કરીશું ,

મિત્રો તમે ભરણપોષણ શબ્દ વિષે તો  સાંભળ્યુ હશે કે અને તેમાં પણ ખાસ કરીને પતિ દ્વારા પત્ની ને , પિતા દ્વારા તેના બાળકોને અથવા પુત્ર દ્વારા તેના માતા પિતા ને ભરણપોષણ આપવું પડતું હોય છે .

પરંતુ Hindu Marriage Act Sec 24 મુજબ પતિ પણ ભરણપોષણ  મેળવી શકે છે , તો ચાલો જાણીએ તે કેવી રીતે મેળવી  શકાય છે, કોને મળી શકે છે?

ઉદાહરણ તરીકે જો કોઈ પત્નીએ અથવા પતિ એ  Hindu Marriage Act – હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ દ્વારા કોઈ પણ કલમ હેઠળ પતિ અથવા પત્ની વિરુદ્ધ કોર્ટ માં કેશ કરેલો હોય જેવા કે છૂટાછેડ્ડા માટે કરેલો હોય તેવા સમયે કેટલૂ અને કોને ભરણપોષણ મળશે તેની જાણકારી Hindu Marriage Act Sec 24 માં જાણવામાં આવેલ છે.

Hindu Marriage Act Sec 24  હેઠળ પતિ અને પત્ની બંને ભરણપોષણ મેળવી શકે છે અને આ ભરણપોષણ કોઈ Permanent ભરણપોષણ નહીં પરંતુ જ્યાં સુધી ઉપર જણાવેલ મુજબ હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ ની કોઈ પણ કલમ હેઠળ કેસ થયેલ હશે,

તો તે સમયે સામેવાળા એટ્લે કે જેના વિરુદ્ધ કેસ કરેલો છે તેની પાસે તે કેસ લડવા માટે કોઈ આવક ના હોય અથવા તેની પાસે કમાણી નું કોઈ સાધન ના હોય ત્યારે તે સમયે પતિ અથવા પત્ની બંને આ ભરણપોષણ માટે હકદાર છે,

જેવા કે કેસ ને લગતા ખર્ચા, આવવા જવા ના ખર્ચા, બાળકો ના ખર્ચા, વકીલ ને આપવાના ખર્ચા  કેસ ને લગતા તમામ ખર્ચા.

આ તમામ ખર્ચા મેળવવા માટે જો કોર્ટ ને યોગ્ય લાગે કે પતિ અને પત્ની પાસે કોઈ પણ પ્રકાર ની આવક નું  સાધન નથી અને તે તેના ઉપર કરવામાં આવેલ કેસ નો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી તો તે સમયે તે ભરણપોષણ માટે હુકમ કરશે.

જો પત્ની એ તેના પતિ  ઉપર છૂટાછેડા નો કેસ કરેલ છે અને પતિ પાસે કોઈ આવક નું સાધન ના હોય તે સંપૂર્ણ બેરોજગાર હોય અને તેવા સમયે કે જે તેની પત્ની છે તે કોઈ સ્થળે નોકરી કરે છે, અથવા તે સરકારી નોકરી કરે છે, અને તેની પાસે આવક મેળવવા માટે નું સાધન હોય કે જેના દ્વારા તે ગુજારો કરી શકે છે તો તે સમયે પતિ Hindu Marriage Act Sec 24 હેઠળ તેની પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે.

પરંતુ આ ભરણપોષણ મેળવવા માટે થોડી શરતો પણ છે જે પરિપૂર્ણ થવી જરૂરી છે .  

  • જે પણ કેસ કરેલો છે તે ફક્ત Hindu Marriage Act – 1955 ને લગતી કોઈ પણ કલમ હેઠળ કરવામાં આવ્યો હોવો જોઈએ

અન્ય કોઈ અધિનિયમ હેઠળ કેસ કરેલ હશે તો હિન્દુ લગ્ન અધિનિયમ કલમ 24 મુજબ બીએચઆરએન પોષણ ના મળી શકે .

  •      લગ્ન ના સમયે બંને હિન્દુ હોવા જોઈએ અને લગ્ન ની તમામ વિધિ હિન્દુ રીત- રિવાજ પ્રમાણે કરવામાં આવી હોવી જોઈએ .

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ ૨૪ મુજબ ભરણપોષણ ફક્ત જ્યાં સુધી કેસ ચાલુ હશે ત્યાં સુધીજ મળશે , જે દિવસે તે કેસ પૂર્ણ થઈ જસે તે સમય થી આ ભારણ પોષણ મળતું બંધ થઈ જશે.

Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ | Hindu Law

Hindu Marriage Act Sec 24
Hindu Marriage Act Sec 24

 

કલમ 24 . કાર્યવાહી ચાલુ હોય તે જ દરમિયાન ભરણપોષણ અને કાર્યવાહી નું ખર્ચ- Maintenance Pendente lite and expenses of proceedings.

 

આ અધિનિયમ હેઠળ ની કોઈ કાર્યવાહીમાં ન્યાયાલય ને એમ જણાય કે યથા પ્રસંગ પત્ની અથવા પતિ પાસે પોતાના નિભાવવા અને કાર્યવાહીના જરૂરી ખર્ચ પૂર્તિ સ્વતંત્ર આવક નથી તો પત્ની અથવા પતિ અરજી ઉપર થી કાર્યવાહી નું ખર્ચ અને કાર્યવાહી ચાલુ રહે તે દરમિયાન દર મહિને અરજદારની પોતાની આવક અને પ્રતિવાદી ની આવક ધ્યાનમાં લઈને નાયાલય પોતાને વ્યાજબી જણાય તે રકમ અરજદારને આપવો માટે પ્રતિવાદીને હુકમ કરી શકશે .

એવી જોગવાઈ કરવામાં આવે છે કે ચાલુ કાર્યવાહી દરમિયાન કાર્યવાહી ખર્ચ તથા માસિક રકમ અંગેની અરજીનો શક્ય હોય ત્યાં સુધી પતિ કે પત્નીને નોટિસ ની બજવણીથી ૬૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે.

ટિપ્પણી

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 કલમ 24 અને કલમ ૨૫ ભરણપોષણ કલમ 24 પડતર કાર્યવાહીઓ પડતરમાં ભરણપોષણ ને લગતી છે કલમ ૨૫ કાયમી પ્રગતિને લગતી છે. પ્રત્યે છૂટાછેડા ના હુકમ લાવવા માટે દાવો કરેલ છે અંશત દાખલ ન્યાયિક અલગતા અને પતિને રૂપિયા 1500/- દ. મ.  આપવા હુકમ કર્યો હતો પ્રથમ અરજી પ્રથમ અપીલ પડતર દરમિયાન, પત્ની અધિનિયમની કલમ 24 હેઠળ અરજી દાખલ કરેલ પતિને વધારાની આવકનો સ્ત્રોત છે – પતિએ આવકના સ્ત્રોતની સંતોષજનક વર્ણે વેલ નથી પતિને ચાલુ દાવે ₹5,000 દર મહિના ભરણપોષણ આપવા સૂચના આપેલ છે અરજી દાખલ માન્ય.

 

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ | Hindu Law

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

 

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *