IPC Sec 354 શું છે? | સ્ત્રી ની મરજી વિરુદ્ધ કઈ કર્યું તો કાયદો છોડશે નહીં .

0

 

Table of Contents

INDIAN PENAL CODE 1860 – IPC Sec 354  

    ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ 

    IPC Sec 354

 

નમસ્કાર મિત્રો આજે આપણે ભારતીય દંડ સંહિતાની કલમ એટ્લે કે IPC Sec 354 એ , બી , સી , ડી વિશે ચર્ચા કરીશું.

કલમ ૩૫૪ ( IPC Sec 354 ) : સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી ગુનાહિત બળ અથવા હુમલો.

IPC Sec 354 મા જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઇરાદાથી કે તેમ કરવાથી પોતે તેની આબરૂ લે છે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેના ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે, ( તેને કોઈ પ્રકારની કેદની પાંચ વર્ષની સજા અને દંડ કરવામાં આવશે પરંતુ આવી સજા એક વર્ષથી ઓછી નહીં હોય)

              ગુનાઓની કાર્યવાહી

            ……………….

          IPC Sec 354

  • કોઈપણ સ્ત્રીની  ઈજ્જત આબરૂ લેવાના ઇરાદા થી તેના ઉપર હુમલો કરવા કે ગુનાહિત બળ વાપરવુ
  •  એક વર્ષથી ઓછી નહીં તેવી પાંચ વર્ષ સુધીની કેદની સજા અને દંડ કરવામાં આવશે
  • આ ગુનો કોગ્નિઝેબલ છે
  • નોનબેલેબલ
  • કોઈપણ મેજિસ્ટ્રેટ.

તત્વો:

  1. કોઈ સ્ત્રી ઉપર હુમલો કે ગુનાહિત વર્ગનો પ્રયોગ થયેલો હોવો જોઈએ.
  2. આરોપીએ આવો હુમલો કે ગુનાહિત બળ પ્રયોગ કરેલો હોવો જોઈએ.
  3. આમ કરીને આરોપી તેણીના સીલને હાની પહોંચાડવા માગતો હોય અથવા આરોપી જાણતો હોય કે આમ કરવાથી તેણીની માનહાની થશે, શીલ ભંગ થશે.

કલમ ૩૫૪ A : જાતીય સતામણી અને જાતીય સતામણી માટે સજા

  •  કોઈપણ વ્યક્તિ નીચે જણાવેલ પૈકી કોઈ પણ કૃત્ય કરે
    ૧. શારીરિક અડપલા અને સ્પષ્ટ અનિચ્છા છતાં જાતીય વાતચીતની પહેલ કરવી.
     ૨. જાતીય સંબંધ માટે વિનંતી કરવી કે માંગણી કરવી.
     . સ્ત્રીની અનિચ્છા છતાં તેણીને બીબસ્ત ચિત્રો બતાવવા.
     ૪. જાતીય વિશે કંઈ બોલવું તે જાતીય સતામણી માટે ગુનેગાર ગણાશે.
૨. જે કોઈ વ્યક્તિ પેટા કલમ ૧ ના ખંડ (૧) અથવા ખંડ (૨) અથવા ખંડ (૩) માં જણાવ્યા મુજબનો ગુનો કરશે તેને ત્રણ વર્ષ સુધીની સખત કેદની સજા અથવા દંડ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
૩. જે કોઈ વ્યક્તિ પેટા કલમ એકના ખંડ (૪) માં જણાવ્યા મુજબનો ગુનો કરશે ત્યારે એક વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

 IPC Sec 354 B : સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી સ્ત્રી ઉપરનો હુમલો અથવા ગુનાહિત બળ –

IPC Sec 354 B જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના કે લગ્ન કરવાના ઈરાદાથી હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે અથવા આવા કૃત્યમાં મદદગારી કરે તેને સાત વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદની સજા અને દંડ કરવામાં આવશે પરંતુ આવી કેદની સજા ત્રણ વર્ષથી ઓછી નહીં હોય.
IPC Sec 354 શું છે?
IPC Sec 354 શું છે?

IPC Sec 354 C :- વોયેરિઝામ ( કામ ક્રિડામાં વ્યસ્ત હોય તેવા સ્ત્રી કે પુરુષને છૂપી રીતે જોવા)

જે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેની અંગત કાર્યમાં વ્યસ્ત હોય તેવી પરિસ્થિતિમાં તેની અનિચ્છાએ છુપી રીતે તેની નું ચિત્ર કરણ કરે અથવા તેનું અવલોકન કરે અથવા તેનું ચિત્ર કરણ પ્રસારિત કરે અથવા કરાવે તેને પ્રથમ વખત ના આવા ગુના માટે ત્રણ વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેસની સજા અને દંડ કરવામાં આવશે.
પરંતુ આવી કેદની સજા ઓછામાં ઓછી એક વર્ષની કરવામાં આવે છે,
બીજી વખત કે ત્યાર પછીના પ્રકારના ગુના માટે સાત વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદની સજા અને દંડ કરવામાં આવશે પરંતુ આવી ગેટની સજા ત્રણ વર્ષથી ઓછી કરવામાં નહીં આવે.
સમજૂતી ૧ :
 આ IPC Sec 354 Cકલમ માં જણાવેલ “અંગત કાર્ય” એટલે એનો સમાવેશ થઈ જવા પામશે કે તેવું કાર્ય નિહાળવું કે જે સ્થળે ભોગ બનનાર તેના ગુપ્તાંગ અંગત ભાગો અથવા સ્તનો ખુલ્લા રાખે અથવા માત્ર અંતર વસ્ત્રોથી ઢાંકેલા હોય અથવા તેની શૌચાલયનો ઉપયોગ કરતી હોય જ્યાં વ્યાજબી પણે અંગતતા હોવાની આશા રખાતી હોય અથવા ભોગવનાર શારીરિક સહવાસ માણતી હોય કે જે સામાન્ય રીતે કોઈપણ પ્રકારે જાહેરમાં નહીં થઈ શકે તેવાનો સમાવેશ થવા પામશે.
સમજૂતી -૨ 
જ્યાં ભોગ બનનારે તેણીના ચિત્રો લેવા અથવા કૃત્ય કરવા પરવાનગી આપેલ હોય પરંતુ તેને ત્રાહિત વ્યક્તિ સમક્ષ પ્રસારિત ન કરવા અને જ્યાં આવા ચિત્રો અથવા કૃત્ય પ્રસારિત કરવામાં આવે ત્યારે તે પ્રસારણને આ IPC Sec 354 એ C કલમ હેઠળ ગુનો કરેલા નું માનવામાં આવશે.

IPC Sec 354 D : પીછો કરવો

  • ૧. જો કોઈ વ્યક્તિ
૧. કોઈ કોઈ સ્ત્રીની સ્પષ્ટ અનિચ્છા હોવા છતાં પોતાની સાથે વ્યક્તિગત સંબંધ રાખવા વારંવાર તેવી સ્ત્રી નો પીછો કરે મળે અથવા મળવા માટે પ્રયત્ન કરે અથવા
૨. સ્ત્રી જે ઇન્ટરનેટ ઈમેલ કે તે પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરતી હોય તે દ્વારા તેવી સ્ત્રીને સંદેશો કરે તે પીછો કરવાનો ગુનો કરે છે પરંતુ તે વ્યક્તિઓ પુરવાર કરવા સફળ થાય તો આવી વર્તણુક સ્ત્રી નો કરે છે તેમ ગણાશે નહીં.
       ૧. રાજ્ય સરકારે તેવી વ્યક્તિને ગુનો બનતો અટકાવવાના કે ગુનાની તપાસ આપેલા હોય તે વ્યક્તિ ગુનાની તપાસ માટે કે ગુનો બનતો અટકાવવા માટે ફરજ ના ભાગરૂપે પીછો કરે
 ૨. કોઈ કાયદા હેઠળ કાયદેસર રીતે ફરજ છપાયેલ હોય અને તે માટેની શરતો મુજબ તેમ કરવું જરૂરી હોય અથવા
૩. કોઈ ચોક્કસ સંજોગોમાં આવી વર્તણૂક યોગ્ય અને વ્યાજબી હતી
૨. જો કોઈ વ્યક્તિ સ્ત્રી નો પીછો કરવાનો ગુનો કરે તેને આવા પ્રથમ ગુના માટે ત્રણ વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે ત્યારે આ જ પ્રકારનો બીજી વખત કે ત્યાર પછી આવો ગુનો કરે તો પાંચ વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *