Hindu Marriage Act Sec 25 | કાયમી ભરણપોષણ |

0
Hindu Marriage Act sec-25  

Hindu Marriage Act sec-25  

Hindu Marriage Act Sec 25-હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫

     નમસ્કાર મિત્રો આજે આપણે કાયદાશાસ્ત્ર ના અધ્યાય માં Hindu Marriage Act Sec 25 વિષે ચર્ચા કરીશું સાથે સાથે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૨૬ અને ૨૭ વિષે પણ ચર્ચા કરીશું.

આ પહેલા આપણે હિન્દુ લગ્ન અધિનિયમ ની કલમ ૨૪ વિષે ચર્ચા કરી હતી તેમાં જ્યાં સુધી હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ કરવામાં આવેલ કેસ ચાલુ હોય ત્યાં સુધી ભારણ પોષણ મળે છે જેમાં એ પણ જાણવામાં આવ્યું હતું કે પતિ પણ પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે .

Hindu Marriage Act Sec 25 તે ભરણપોષણ મેળવવા માટે ની કલમ છે આ કલમ માં નીચે જણાવવામાં આવેલ છે કે જ્યારે પતિ અને પત્ની નો લગ્ન જીવન સારી રીતે ચાલતું ના હોય બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં આવતા હોય એક બીજા સાથે  મન મળતા ના મતભેદ થતાં આવતા હોય અને તે બંને સાથે રહવું અશક્ય બની જાય છે ત્યારે તેઓ એક બીજા થી છૂટા થવાનું નક્કી કરી લેતા હોય છે .

તે દરમિયાન બાળકો અને પોતાના જીવનના ભરણપોષણ માટે Hindu Marriage Act Sec 25  હેઠળ કાયમી ભરણપોષણ માટે કોર્ટ માં અરજી કરવામાં આવે છે.

અને તેમાં કોર્ટ નક્કી અમુક બાબતો ને ધ્યાન માં લઈ ને નક્કી કરવામાં આવશે જેવી રીતે કે જેને અરજ કરી છે તે અને જે સામેવાળા છે તે બંને ની આવક અને સંપતિ કેટલી છે જોવામાં આવશે.

જ્યાં સુધી આ કેસ ચાલુ હોય ત્યાં સુધી પક્ષકાર નો વ્યવહાર કેવો હતો તે પણ જોવામાં આવે છે. અને તે પણ જોવામાં આવશે કે પક્ષકારો ની રહેણી કહણી કેવી છે તેમનો ખર્ચા કેટલા છે તે સમગ્ર વાતો ને ધ્યાન માં રાખી ને હુકમ કરવામાં આવશે.

કોર્ટ દ્વારા ભરણપોષણ નો હુકમ કરવામાં આવ્યો હોય પરંતુ સમય જતાં પક્ષકારો માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર આવશે એટ્લે કે પત્ની એ બીજું લગ્ન કરી લીધું હોય તથા તે જો કોઈ અન્ય પુરુષ સાથે સંભોગ કરેલું હોય  તો તેમાં કોર્ટ એ આપેલ હુકમ ને રદ અથવા તેમાં સુધારો પણ કરી શકે છે.

Hindu Marriage Act sec-25  
Hindu Marriage Act sec-25

 

Hindu Marriage Act sec-25  કલમ ૨૫.

કાયમી ખોરાકી પોષાકી અને ભરણપોષણ. Permanent alimony and Maintenance.

૧) Hindu Marriage Act Sec 25 –આ અધિનિયમ હકુમત વાપરતું કોઈપણ ન્યાયાલય કોઈ હુકમનામું કરતી વખતે અથવા તે પછી ગમે તે સમયે યથાપ્રસંગે  પત્નીએ અથવા પતિએ તે હેતુ માટે કરેલી અરજી ઉપર થી, પ્રતિવાદી ને પોતાની આવક અને બીજી મિલકત હોય તો તે અરજદારની આવક અને બીજી મિલકત અને પક્ષકારોનું વર્તન અને કેસના અન્ય સંજોગે ધ્યાનમાં લઈને તેના ભરણપોષણ અને નિર્વાહ માટે પોતાને ન્યાયી જણાય  તેવી ઉચ્ચક રકમ અથવા તેની હયાતી પર્યતથી વધુ ન હોય તેટલા સમય માટે માસિક કે નિયત મુદ્દતે આપવાની રકમ પ્રતિવાદી એ તેને આપવી એવો હુકમ કરી શકશે અને જરૂરી હોય તો પ્રતિવાદીની સ્થાવર મિલકત ઉપર બોજે રાખીને એવી ચુકવણી સુરક્ષિત કરી શકાશે.

૨) ( Hindu Marriage Act Sec 25) કોર્ટ ને એવી ખાતરી થાય કે પેટા કલમ (૧) હેઠળ પોતે હુકમ કર્યા પછી ગમે તે સમયે બેમાંથી કોઈ પણ પક્ષકારના સંજોગોમાં ફેરફાર થયો છે,.

તો બેમાંથી કોઈ પક્ષકારની વિગતો ઉપરથી ન્યાયાલય પોતાની ન્યાય લાગે તે રીતે હુકમમાં ફેરફાર કરી શકશે, તે સુધારી શક્શે અથવા તેને રદ કરી શકશે

(૩) ન્યાયાલય ને એવી ખાતરી થાય કે જેની તરફેણ માં Hindu Marriage Act Sec 25 કલમ હેઠળ હુકમ કરવામાં આવેલ હોય તે પક્ષકારે  પુનઃ લગ્ન કર્યું છે અથવા એવો પક્ષકાર પત્ની હોય તો, તને પોતાનું શિયળ સાચવ્યું  નથી અથવા એવો પક્ષકાર પતિ હોય તો તેને કોઈ સ્ત્રી સાથે લગ્ન બાહ્ય સંભોગ કરેલો છે, ન્યાયાલય બેમાંથી કોઈ પક્ષકારની વિનંતી ઉપર થી પોતાની ન્યાય લાગે તે રીતે હુકમમાં ફેરફાર કરી શકશે, તે સુધારી શકશે અથવા તેને રદ કરી શકશે.

કલમ ૨૬. બાળકો નો હવાલો ( Custody of Children)

આ અધિનિયમ હેઠળની કોઈપણ કાર્યવાહીમાં ન્યાયાલય, સગીર બાળકોના હવાલા, ભરણપોષણ અને શિક્ષણ અંગે શક્ય હોય તો તેમની ઇચ્છાઓની અનુકૂળ રહીને વખોતો વખત પોતાને ન્યાય અને યોગ્ય લાગે તેવા વચગાળાના હુકમ કરી શકશે.

અને હુકમનામાં તેવી જોગવાઈઓ કરી શકશે અને હુકુમનામું થયા પછી આ હેતુથી કરેલી અરજ ઉપરથી સગીર બાળકોના હવાલા, ભરણપોષણ અને શિક્ષણ અંગે હુકમનામું મેળવવા માટેની કાર્યવાહી નિકાલ બાકી હોત અને સદરહુ હુકમના માંથી અથવા વચગણના હુકમોથી કરી શક્યા હોત તેવા તમામ હુકમો અને જોગવાઈઓ વખતોવખત કરી શકશે અને અગાઉ કરેલા એવા હુકમો અને જોગવાઈઓને ન્યાયાલય વખોતો વખત રદ કરી શકશે કે મોકો ફી રાખી શકશે,

અથવા તો એમાં ફેરફાર કરી શકશે,
એવી જોગવાઈ કરવામાં આવી છે કે હુકમનામું મેળવવાની કાર્યવાહી ચાલુ હોય તે સમય દરમિયાન, જો સગીર બાળકના ભરણપોષણ અને અભ્યાસ માટેની અરજી રજૂ કરાયેલ હોય તો તેવી અરજી શક્ય હોય ત્યાં સુધી સામા વાળાને નોટિસની બજવણીની તારીખથી ૬૦ દિવસમાં નિકાલ કરવો જોઈએ.

કલમ ૨૭. મિલકત ની વ્યવસ્થા. ( Disposal of property)

લગ્ન વખતે અથવા તે અરસામાં પતિ અને પત્નીને ભેટ તરીકે મળેલી જે મિલકત તેઓ બંધની સંયુક્ત માલિકીની હોય તે અંગે આ અધિનિયમ હેઠળ ની કાર્યવાહીમાં ન્યાયાલય, હુકમનામામાં પોતાની ન્યાય અને યોગ્ય લાગે તેવી જોગવાઈ કરી શકશે.

Hindu Marriage Act Sec 25 

 

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *