IPC Sec 375 | કોઈએ બળાત્કાર કર્યો હોય તેવું ક્યારે કહી શકાય?

0
IPC Sec 375

IPC Sec 375

INDIAN PENAL CODE 1860 – IPC Sec 375  

    ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ 

    IPC Sec 375 

નમસ્કાર મિત્રો આજે આપણે કાયદા શાસ્ત્ર ના અધ્યાયમાં ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૩૭૫ જેને IPC Sec 375 પણ કહે છે , આ અધ્યાયને આપણે અલગ અલગ ભાગ માં સમજાવવા માં આવશે જેનો મુખ્ય પ્રકરણ બળાત્કાર જાતીય સંભોગના ગુના ઑ વિષે અલગ અલગ આર્ટીકલ માં જોઇશું .

આપણે બધાએ બળાત્કાર શબ્દ તો સાંભળ્યો જ હશે કેમકે બળાત્કાર ને લગતા સમચાર આપણે અવાર નવાર મળતા આવે છે, અને ભારત દેશ કે અન્ય દેશ માં પણ ઘણા કિસ્સાઓ બનતા હોય છે  પરંતુ કાયદા ની નજર માં જ્યારે જોઈ વ્યક્તિ સાથે બળાત્કાર થયો છે તેવું કયા કારણો હોય તો તેને ઘટનાને બળાત્કાર કહેવામા આવશે ?

તો આજે તમને નીચે મુજબ IPC Sec 375 વિષે તમામ માહિતી આપવામાં આવશે .

 

બળાત્કાર જાતીય સંભોગના ગુના

કલમ 375 બળાત્કાર:

 

કોઈ વ્યક્તિએ બળાત્કાર કર્યો કહેવાય છે કે જ્યારે
(A) જે પોતાના ગુપ્ત અંગનો સ્ત્રી ની યોની માં એટલે ગુપ્તાંગમાં કે મોઢામાં અથવા ગુદામાં અથવા મૂત્રાશયમાં થોડોક પણ અંતઃ પ્રવેશ કરે અથવા તેણીને પોતાની સાથે તેમ કરવા જણાવે અથવા કોઈ વ્યક્તિ સાથે તેમ કરવા જણાવે અથવા
(B) કોઈ પદાર્થ કે પુરુષના ગુપ્ત અંગ સિવાયનો શરીરનો બીજો કોઈ અંગ સ્ત્રીના ગુપ્તાંગમાં કે ગુદામાં અથવા મૂત્રાશયમાં કે શરીરના બીજા કોઈ અંગમાં ગમે તેટલું દાખલ કરે અથવા તેવી સ્ત્રીને પોતાની સાથે કે બીજા વ્યક્તિ સાથે તેમ કરવા જણાવે અથવા
C) સ્ત્રીના શરીરને એવી રીતે ગોઠવે કે જેથી તે સ્ત્રીના ગુપ્તાંગમાં કે ગુદામાં અથવા શરીરના કોઈપણ ભાગમાં અંતઃ પ્રવેશ થઈ શકે અથવા તે સ્ત્રીને પોતાની સામે બીજી કોઈ વ્યક્તિ સામે તેમ કરવા જણાવે
D) પોતાનું મોં સ્ત્રીના ગુપ્તાંગને અથવા ગુદા ને અથવા મૂત્રાશયને અડાડે અથવા તે સ્ત્રીને પોતાની સામે કે બીજી કોઈ વ્યક્તિ સામે તેમ કરવા જણાવે
IPC Sec 375
IPC Sec 375

 નીચે વર્ણન કરેલા સાત સંજોગો

પ્રથમ: તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ

બીજો: તે સ્ત્રીની સંમતિ વિના

ત્રીજો: તે સ્ત્રીને અથવા જે વ્યક્તિમાં તેને રસ હોય તે કોઈ પણ વ્યક્તિને મૃત્યુ અથવા વ્યથાના ભય માં મૂકીને તેણીની સંમતિ મેળવવામાં આવી હોય ત્યારે તેની સંમતિથી

ચોથો – તે પુરુષ એમ જાણતો હોય કે પોતે તે સ્ત્રીનો પતિ નથી અને પોતે સ્ત્રી જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય એવો અન્ય પુરુષ છે એમ માનીને તે સ્ત્રીએ સંમતિ આપી હોય ત્યારે તેણી સંમતિથી.

પાંચમો . મગજની અસ્થિરતાને કારણે અથવા નશા ના કારણે અથવા તે પુરુષ સાથે અથવા અન્ય વ્યક્તિ મારફતે બેહોશ બનાવે તેવી અથવા અશુદ્ધ પદાર્થ આપવાના કારણે કોઈ સ્ત્રી જેના માટે તેણે સંમતિ આપે છે તેના પ્રકાર અને પરિણામ સમજવા શક્તિમાન હોય ત્યારે તેની સંમતિથી.

છઠ્ઠો– 18 વર્ષથી ઓછી ઉંમરની હોય ત્યારે તેવી સ્ત્રીની સંમતિથી અથવા સંમતિ વિના

સાતમો– જયારે તે સ્ત્રી સંમતિ આપવા અસમર્થ હોય

સમજૂતી -૧ આ (IPC Sec 375 )કલમ માટે યોની માર્ગ એટલે કે ગુપ્તાંગ ના અર્થમાં લેબિયા અને મેજોરાનો સમાવેશ થઈ જાય છે.
 સમજૂતી 2 – સંમતિ નો અર્થ સ્ત્રીએ શબ્દ બોલીને ઈશારા થી અથવા મૌખિક કે મૌખિક રીતે કોઈ ચોક્કસ જાતિય કૃત્ય કરવા સ્વેચ્છાએ જણાવે.
 એવી જોગવાઈ કરવામાં આવે છે કે અંશત પ્રવેશ વખતે તે સ્ત્રીએ કોઈ શારીરિક પ્રતિકાર કરેલ નથી તેટલાં જ માત્ર કારણ થી તે સ્ત્રીએ જાતિય કૃત્ય માટે સમત્તી આપેલ છે તેવું ગણાશે નહી ..
અપવાદ ૧– શારીરિક તપાસ કે દરમ્યાન ગીરીને બળાત્કાર ગણાશે નહી
અપવાદ ૨– કોઈ પુરુષ પોતાની પત્ની સાથે કે જે ૧૫ વર્ષ થી ઓછી વય ની નથી તેનો સંભોગ કરે અથવા જાતિય કૃત્ય કરે તે બળાત્કાર નથી .
IPC Sec 375

આ પણ વાંચો ..

Hindu Marriage Act Sec 24 | Maintenance Pendente lite and expenses of proceedings | ભરણપોષણ 

છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Hindu Marriage act sec 14 | Divorce | છૂટાછેડા માટે ક્યારે અરજી કરી શકાય

Mahila Sanmaan Bachat patra Yojna 2023 In Guajarati | મહિલા સન્માન બચત પત્ર યોજના

POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *