FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

0
FIR ETLE SHU

FIR ETLE SHU

Table of Contents

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

મિત્રો કાયદા શાસ્ત્ર ના આ અધ્યાય માં આપણે  FIR etle Shu ? F.I.R વિશે તમામ માહિતી ની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું .

મિત્રો આપણે એફઆઇઆર શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે જેમ કે તમારી આજુ બાજુ, મિત્ર વર્તુળ માં,સમાચાર પત્ર માં ટીવીમાં ફિલ્મો માં જેવી ઘણી બધી જગ્યા એ સાંભળ્યો હશે. કદાચ તમે પોતે પણ બોલ્યા હશે કે” હું FIR કરીશ”, ”પેલા ભાઈ ઉપર એફઆઇઆર થઈ છે”, જેવી અલગ અલગ રીતે FIR શબ્દ તમારા જીવન માં ઉપયોગ થયો હશે, પરંતુ આપણાં સમાજ માં ઘણા એવા લોકો છે જેઓ FIR શબ્દ જાણતા હશે પણ તેનો વિસ્તાર પૂર્વક અર્થ શું થાય છે તેને કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે, જેવી ઘણી બધી બાબતો છે જેનાથી લોકો અજ્ઞાન છે.

તો મિત્રો આજે તેના વિષે વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું જે તમારા જીવન આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે .

FIR (એફ.આઇ.આર) એટ્લે શું ? FIR etle Shu ? 

FIR જેનો ગુજરાતીમાં અર્થ ”પ્રથમ માહિતી અહેવાલ ” અને ઇંગ્લિશમાં ”FIRST INFORMATION REPORT” કહેવામા આવે છે.

 • FIR CrPCની કલમ ૧૫૪ની પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવી છે.

 • જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ ગુનો થયો હોય ત્યારે તે વ્યક્તિ તેના નજીકના અથવા કોઈ પણ પોલીસ સ્ટેશન માં જઈને જે બનાવ અથવા ઘટના બની છે તેની જાણ પોલીસ ને કરે છે અને તે જાણકારી

  મુજબ પોલીસ CRPC (સીઆરપીસી) ની કલમ ૧૫૪ મુજબ તેમના ડાયરી માં નોંધ કરે છે જેને FIR એફ.આઇ.આર કહેવામા આવે છે. FIR ને લેખિત અથવા મૌખિક રીતે પણ આપી શકાય છે.

 • જો મૌખિક આપવામાં આવેલ હોય તો તેની લેખિત માં કરવું અનિવાર્ય છે,

 • જેની નોંધ પોલીસ દ્વારા તેમની જનરલ ડાયરીમાં કરવામાં આવે છે. અને જેના દ્વારા FIR કરવામાં આવેલ છે તેને મફતમાં તે એફઆઇઆર ની નકલ આપવામાં આવે છે.

 • દા.ત – સમજી લો કે કોઈ જગ્યા એ ચોરી અથવા ખૂન થયું છે તો તેની માહિતી જો તે પોલીસ સ્ટેસન એ આપે તો તેને એફ.આઇ.આર કહેવામા આવે છે.

 • FIR ETLE SHU
  FIR ETLE SHU

   

 • FIR એટ્લે પોલીસ અધિકાર હેઠળ નો (કોગ્નિઝેબલ) ગુનો થયા ની એવી માહિતી જે કોઈ ના દ્વારા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ ને આપવામાં આવે અને જેના આધારે ગુનાની તપાસ હાથ ધરવામાં આવે છે.

  એફ.આઇ.આર એ પોલીસ સ્ટેશનો દ્વારા તૈયાર કરવામાં આવતો લેખિત દસ્તાવેજ છે.

  દા.ત જેવી રીતે દિવાની કેસના કામની શરૂઆત નોટિસ થી થાય છે તેવી રીતે ફોજદારી કામમાં FIR થી થાય છે.

 • એફ.આઇ.આર એ ગુનાની હકીકતનો સાર છે અથવા સંક્સ્પિત બયાન છે.

સૌપ્રથમ આપણે કોગ્નિઝેબલ ગુનાઓ અને નોન કોગ્નિઝેબલ ગુનાઓ શું છે તે જાણીએ કેમકે જો તમને આ સમજાય જશે તો આગળ સમજવું ઘણું સહેલું થઈ જશે.

 • ૧) કોગ્નિઝેબલ ગુનાઓ (Cognizable offence) પોલીસ અધિકારના ગુનાઓ.

કોગ્નિઝેબલ ગુનાઓ એટ્લે કે એવા ગુનાઓ જે ગંભીર ગુનાઓ હોય છે જેવા ગુનામાં પોલીસ ને આરોપીને પકડવા માટે તેમજ તે કેસ ની તપાસ કરવા માટે મેજીસ્ટ્રેટ સાહેબ ની પરવાનગી અથવા વોરંટ ની જરૂર નથી પડતી, આ પ્રકારના ગુનામાં પોલીસે FIR ના આધારે CrPC ની કલમ ૧૫૪ મુજબ એફ.આઇ.આર નોંધી તે ગુનાની તપાસ અને આરોપી ની ધરપકડ કરી શકે છે. આ પ્રકાર ના ગુના ને ગંભીર ગુના તરીકે ગણવામાં આવે છે. જેવા કે મારમારી, ખૂન, લૂટ, ચોરી, ખૂન,ધમકી, બળાત્કાર, અપહરણ,વગેરે જેવા ગુનાઑ નો સમાવેશ થાય છે .

(૨) નોન કોગ્નિઝેબલ ગુનાઓ (નોન Cognizable Offence) પોલીસ અધિકાર બહારના ગુનાઓ.

નોન કોગ્નિઝેબલ ગુનાઓ એટ્લે કે એવા ગુના ઑ જેવો પોલીસ અધિકાર ની બાહર ના ગુનાઓ કહેવામા આવે છે. એવા ગુના કે જે ગુના ની તપાસ કે તે ગુના માં સમાવેલ વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો તે સમયે જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ સાહેબ ની પરવાનગી અથવા વોરંટ વગર નથી કરી શકતા.

આ પ્રકારના ગુનાની તપાસ કે આગળ કાર્યવાહી કરવા માટે જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ સાહેબ લેખિતમાં આદેશ આપે છે કે તે કેસ ની કાર્યવાહી કરે. આ ગુનામાં સામન્ય ગુના નો સમાવેશ થાય છે. જેવા કે કોઈ વસ્તુ ખોવાઈ જવી, જાસૂસી કરવી, ધાર્મિક લાગણી દુભાવવી, જેવા સામન્ય ગુનાઓ કહેવામા આવે છે, આ પ્રકાર ના ગુનાને પોલીસ દ્વારા તેની અરજીની નોંધ રાજીસ્ટારમાં કરવામાં આવે છે જેને નોન કોગ્નિઝેબલ રિપોર્ટ

(N.C.R )પણ કહેવામા આવે છે અને તેની જાણ મેજિસ્ટ્રેટ સાહેબ ને કરવામાં આવે છે, આ એ પ્રકાર ના ગુના છે જેમાં મેજીસ્ટ્રેટ સાહેબ ની આદેશ વગર ધરપકડ થઈ શક્તિ નથી.

મિત્રો કાયદા શાસ્ત્ર ના આ અધ્યાય માં FIR ને લગતી માહિતી સમજી ગયા છે હવે આગળ બીજા આર્ટીકલ માં હજુ વધુ એફ.આઇ.આર ને લગતી વધુ માહિતી લઈને આવીશું માટે અમારી સાથે જોડાયેલ રહો,

આ પણ વાંચો …….. 

CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram ચેનલ માં જોડાઓ . .  Telegram લખ્યું છે ત્યાં ક્લિક કરો . 

Join Now – Telegram Group .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *