CrPC Sec- 167 | Remand Etle shu | રિમાન્ડ ક્યારે મળે ?

Remand Etle shu
CrPC Sec- 167 | Remand Etle shu | રિમાન્ડ ક્યારે મળે ?
કસ્ટડી ના બે પ્રકાર છે.
૧) પોલીસ કસ્ટડી ૨) જ્યુડિશિયલ કસ્ટડી
પોલીસ કસ્ટડી માં હોય ત્યાં સુધી પોલીસ કસ્ટડી અને મેજિસ્ટ્રેટશ્રી જેલમાં મૂકવાનો હુકમ કરે તેને જ્યુડિશિયલ કસ્ટડી કહેવામા આવે છે.
રિમાન્ડ ઉપર સોપાયેલા આરોપી પોલીસ કસ્ટડી કહેવાય.
કોઈ કારણસર ત્રાહિત કે ખાનગી વ્યક્તિ કે ગુનેગાર કે આરોપી ની ધરપકડ કરે તો તે વ્યક્તિની કસ્ટડી માં છે તેમ કહેવાય.
રિમાન્ડ વિષે વિસ્તાર પૂર્વક સમજીએ .
સીઆરપીસી કલમ ૫૭ માં નિયત કરાયેલ ૨૪ કલાક ની મુદત માં અન્વેષણ પૂર્ણ થઈ શકે તેમ ના હોય ત્યારે
અથવા કોઈ વ્યક્તિ ની ધરપકડ કરી હોય અને અટકાયતમાં રાખવામા આવી હોય અને ૨૪ કલાક ની મુદત પૂરી થતી હોય ત્યારે આરોપીની જરૂર જણાય ત્યારે રિમાન્ડની માંગણી સીઆરપીસી કલમ ૧૬૭ મુજબ કરવામાં આવે છે.
આરોપ અથવા માહિતી કે હકીકતો આધારભૂત હોય તેવા સંજોગોમાં આરોપી ઉપર જ આધારિત હોય ત્યારે તેના માટે ઊતરતી કક્ષાના ના હોય તેવા પોલીસ અધિકારી રિમાન્ડની માંગણી કરી શકે છે .
કેસને લગતી હકીકત કેસ ડાયરીમાં લખી સૌથી નજીકના ન્યાયિક મેજિસ્ટ્રેટશ્રી સમક્ષ આરોપી ને રજૂ કરવામાં આવે છે .
આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ના થાય ત્યાં સુધી રિમાન્ડ આપવામાં આવતા નથી.
નામદાર આરોપીના ૧૫ દિવસથી વધુ રિમાન્ડ આપી શકે નહીં.
બીજા વર્ગના મેજિસ્ટ્રેટશ્રી ને નામદાર હાઇકોર્ટ તરફ થી ખાસ અધિકાર આપ્યો ના હોય તો તે પોલીસ કસ્ટડી નો હુકમ કરી શકે નહીં.

CrPC Sec- 167 | Remand Etle shu | રિમાન્ડ ક્યારે મળે ?
જ્યારે ન્યાય મેજિસ્ટ્રેટ હાજરના હોય અને તેમની સત્તા કાર્યપાલક મેજિસ્ટ્રેટને આપવામાં આવેલી હોય તો તેમની પાસે આરોપી ને મોકલી આપવામાં આવે છે.
કાર્યપાલક મેજિસ્ટ્રેટ કારણોની નોંધ કરી યોગ્ય લાગે તો પોલીસ કસ્ટડી સોંપી શકે પરંતુ સાત દિવસથી વધુ ના હોય તેટલા સમય માટે રીમાંડ આપી શકે છે .
સક્ષમ મેજિસ્ટ્રેટશ્રી દ્વાર આરોપીની અટકાયતમાં રાખવો તેવો હુકમ કરવામાં આવ્યો હોય તે સિવાય કાર્યપાલક મેજિસ્ટ્રેટ આરોપીને જામીન ઉપર પણ છોડી શકશે .
કાર્યપાલક મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરેલા પોલીસ પેપર તેઓશ્રી ન્યાયિક મેજિસ્ટ્રેટને મોકલી દેશે.
આરોપી કસ્ટડી સિવાયની અન્ય જગ્યા એ હોય ત્યારે મેજીસ્ટ્રેટશ્રીના આદેશ અનુસાર તેને રૂબરૂમાં અથવા ઇલેકટ્રોનીક વિડીયો લીકેજ ના મધ્યમ મારફત મેજીસ્ટ્રેટશ્રી સમક્ષ હાજર કરવામાં આવે તે સિવાય મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળ કોઈ કસ્ટડી માં વધુ અટકાયતમાં રાખવા માટે અધિકાર આપી શકે નહીં.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી સિવાયના કોઈ પણ મેજિસ્ટ્રેટ શ્રી આવા હુકમ કરેલ હોય તો કરેલ હુકમની નકલ અને રિમાન્ડ આપવાના કારણો સહિત રિમાન્ડ આપેલ મેજિસ્ટ્રેટશ્રી તેઓ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી ને મોકલી આપશે
સમન્સ કેસ તરીકે મેજિસ્ટ્રેટ શ્રી કાર્યવાહી કરવાની હોય ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય ત્યારથી ૬ મહિનાની અંદર તપાસ પૂરી ના થાય ત્યાં તો મેજીસ્ટ્રેટશ્રી તપાસ બંધ કરવા હુકમ કરી શકે.
તપાસ કરનાર અધિકારી મેજિસ્ટ્રેટશ્રી સંતોષ આપે કે અમુક કારણોસર તથા ન્યાયના હિત માં ૬ મહિનાથી વધુ સમયમાં પોલીસ તપાસ રાખવાની જરૂર છે તો મેજિસ્ટ્રેટ તપાસ કરવા મંજૂરી આપશે.
૬ મહિનામાં તપાસ તપાસ પૂરી ના થાય તો તેવી તપાસ બંધ કરવા માટે મેજીસ્ટ્રેટશ્રી હુકમ કરે તો તેવા પ્રસંગે સેશન્શ જજશ્રી ને અરજી કરી શકશે અને તેઓશ્રીને જરૂર જણાય તો તપાસ બંધ કરવા કરેલા હુકમને રદ કરી શકે છે અને વધુ તપાસ કરવા પોલીસને હુકમ કરી શકે છે.
આરોપીને અટક કરી ૨૪ કલાક પછી માંગવામાં આવેલ રિમાન્ડ નો સમય ગણતરીમાં લેવાનો હોય છે. (૨૪ કલાક + ૧૪ દિવસ )
આરોપીના માંગવામાં આવેલ રિમાન્ડ જ્યારે જાહેર હિતના લાભ માટે હોય ત્યારે આરોપીને સાંભળ્યા વગર પણ નામદાર કોર્ટ રિમાન્ડ આપી શકે છે .
રિમાન્ડ અરજી વખતે જો આરોપી આગોતરા જામીન ઉપર હોય ત્યારે તેની વાસ્તવિક કસ્ટડી જરૂર નથી.
આરોપીના કરેલા નિવેદન ઉપરથી રિમાન્ડ ની માંગણી કરી નથી શકાતી.
જામીન લાયક ગુનામાં આરોપી ને પકડેલ હોય તો રિમાન્ડ માંગી શકાય નહીં .
આ પણ વાંચો ..
Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .
CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?
IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI
FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .
CrPC Sec- 167 | Remand Etle shu | રિમાન્ડ ક્યારે મળે ?