કેદી સહાય યોજના 2024 I KEDI SAHAY YOJANA 2024
કેદી સહાય યોજના 2024 KEDI SAHAY YOJANA 2024
(KEDI SAHAY YOJANA 2024 ) સરકાર દ્વારા અવારનવાર દેશના જે કુટુંબ આર્થિક રીતે પાછળ પછડાયેલા હોય છે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી, જેમના ઘરમાં કમાવનાર વ્યક્તિ એક જ વ્યક્તિ હોય છે અથવા ઘણા બધા હોય છે પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ તો પણ સારી નથી હોતી તો આ પ્રમાણે સરકાર અવનવી નવી નવી યોજનાઓ લઈને આવે છે કે જેથી જે જરૂરિયાતમંદ લોકો હોય છે તેમને આ સહાયનો લાભ મેળવીને પોતાની જિંદગી જે છે જીવન જે છે સારી રીતે વિતાવી શકે.
તો આ મુજબ હાલ સરકાર એક નવી યોજના લઈને આવું આવે છે તેનું નામ છે કેદી યોજના સહાય આ સહાયમાં અત્યારે આપણે જોઈએ છે કે ભારતની અંદર ગુનેગારનું પ્રમાણ વધી ગયું છે જેમાં અમુક ગુનેગાર એટલે કે જે કેદી હોય છે તેમને કોઈના કોઈ સંજોગોની અંદર કોઈના કોઈ ગુનો કરેલો હોય છે,
મજબૂરીમાં ગુનો કરેલો હોય છે કે જાણી જોઈને ગુનો કરેલો હોય છે અને તે અંતર્ગત તેમને અદાલત દ્વારા સજા કરવામાં આવે છે, અને જો તે ગુનેગારને સજા કરવામાં આવે છે.
અને તે ગુનેગાર ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ હોય એ જે કમાતી વ્યક્તિ અને તે જ વ્યક્તિને સજા કરવામાં આવે એટલે કે જેલમાં તેમને મૂકી દેવામાં આવે છે, તો તેનું પરિવાર છીન્ન્ભીન્ન થઈ જાય છે તેમના બાળકો તેમના પત્ની તેના માં બાપ છે તે લોકો વિખરી જાય.
તો આ માટે સરકાર દ્વારા કેદી સહાય યોજના (KEDI SAHAY YOJANA 2024 ) લઈને આવી છે.
તો હવે આપણે જાણીશું કે કોને મળી શકે છે ક્યારે મળી શકે જેને કેટલા રૂપિયાની સહાય મળશે ?
કેદી સહાય યોજના 2024 KEDI SAHAY YOJANA 2024
કેદી સહાય યોજના એટલે કે એવી યોજના છે કે જે યોજનામાં જો ઘરનો કોઈ વ્યક્તિ ગુનો કરીને તેને જેલની સજા થાય છે, ત્યારે જો એ વ્યક્તિ કુટુંબમાં કમાનાર વ્યક્તિ જે કહેવાય તે એક જ હોય ને તો તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે.
એટલે કે જો તે વ્યક્તિને પાંચ વર્ષ સુધી વધુ સજા થયેલ હોય અને તેનું કુટુંબ એટલે કે જે ગરીબી રેખા ને નીચે જીવતું હોય તો તેને સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
જેમાં ઢોર ખરીદવાની હોય એટલે કે ગાયો ભેંસો તે ખરીદવા માટે કોઈની સિલાઈ નું કામ આવતું હોય તો તે સિલાઈ મશીન ખરીદવા ખરીદી શકે છે કોઈએ લારી ખરીદવી હોય તો તે પરથી ખરીદી શકે છે તો આ પ્રમાણે અલગ અલગ કાર્ય માટે આ સહાય આવે છે.
આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?
તો મિત્રો જો તમારી આસપાસ આ પ્રમાણે કોઈ કુટુંબ હોય અને તેમને અથવા પોતાને તમારે જો આ (KEDI SAHAY YOJANA 2024 ) સહાય મેળવવી હોય તો,
તેના માટે જે કેદી જેલવાસ ભોગવતો હોય તે જેલના જે વેલ્ફેર ઓફિસર છે તેમને અરજી આપવાની હોય ત્યારબાદ આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે,
ત્યારબાદ આ જે અધિકારી છે એ તપાસ કરીને તેનો જ અહેવાલ છે એટલે રિપોર્ટ છે તે જેલને મોકલી આપે છે.
ત્યારબાદ મુજબ જેલ સમિતિ જે ભલામણ કરી ને નિયામક સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે,
જેના આધારે કેદીને આજે સહાય જે હોય છે તે મંજૂર કરવામાં કરી કેદીના કુટુંબના જિલ્લાના જે સમાજ સુરક્ષા અધિકારીઓને મંજૂરી આદેશ મોકલવામાં આવે છે.
તેના આધારે કેદીના કુટુંબને સહાય જે નક્કી થયેલી છે 25000 રૂપિયા ચૂકવવામાં આવે છે.
આજે યોજના છે તેનું માર્ગદર્શન જે આપવાનું હોય છે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હોય છે ત્યાં મળે છે.
આ (KEDI SAHAY YOJANA 2024 ) યોજના મેળવવા માટેની શરતો કઈ છે તે આપણે જાણીશું.
શરતો…
- સૌપ્રથમ આજે (KEDI SAHAY YOJANA 2024 ) યોજના જે છે તે એવા કેદીઓ માટે છે
- જે કેદી ને પાંચ વર્ષ સુધી વધુ સજા થયેલ હોય અને તે કેદી એટલે કે કુટુંબની અંદર ફક્ત તે વ્યક્તિ જ કમાવનાર હોય તો મળશે.
- આજે કેદીવાળા જે કુટુંબ જે છે તે બધા સાધનોથી મળીને કુટુંબની જે વાર્ષિક આવક જે હોય છે તે શહેરી માટે 1.5 લાખ રૂપિયા એટલે કે 1,50,000/- અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 થી વધુ ન હોવાનો મામલતદારનો જે આવકનો દાખલો હોય છે તે રજૂ કરવાનો રહેશે.
- આ જે સહાય મંજુર થયેલ છે તે સહાય જે હેતુસર મંજૂર થયેલ છે એટલે કે જે સાધન ખરીદવા માટે થયેલ હોય છે તેના ઉપયોગ માટે જ કરવાનો રહેશે.
- આ માટે એટલે કે સહાય માટેનો જે અરજી પત્રક જે ભરીને વેલ્ફેર ઓફિસર ઓફિસર, સિનિયર ઝાલર, પ્રોગેશન ઓફિસર ,મારફતે સહાય સમિતિ સમક્ષ મૂકવાનું હોય છે.
- જે કેદી સહાય માટેની રજૂ કરવામાં આવે છે તે કેસની જે પ્રથમ તપાસ હોય છે તે જિલ્લાના ચીફ ઓફિસર મારફતે કરવાની રહેશે.
- ત્યારબાદ આ જે તપાસ કરવામાં આવે છે ત્યારબાદ તેનો અહેવાલ મોકલ્યા બાદ ત્યાથી સહાય સમિતિ કેસનો સંપૂર્ણ અભ્યાસ કરીને અને જરૂરિયાત મુજબ પત્ર વ્યવહાર કરીને અને કન્ફર્મ કરશે.
- ખાતરી કરશે કે સહાય ચુકવણીનો જે હેતુ જે આવે છે તેમ છે તે 7ઉક્ત અહેવાલ સાથે કેદી સહાય સમિતિ સહાય માટે દરેક કેસની વિગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની મંજૂરી માટે મોકલી આપશે.
- ત્યારબાદ જેના આધારે કેદી સહાય (KEDI SAHAY YOJANA 2024 ) મંજૂર કરી જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી મારફતે સંબંધિત કેદીના કુટુંબને સહાય ચૂકવવામાં આદેશ એટલે કે ઓર્ડર કરશે.
- જિલ્લા કક્ષાએ જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આ KEDI SAHAY YOJANA 2024 યોજના નું અમલીકરણ અને માર્ગદર્શન કરતા રહેશે અને કરશે.
આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .
આ પણ વાંચો ..
Mudra Loan 2023 | મુદ્રા લોન 2023 ગુજરાત