CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

0

CRPC -ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

CRPC -ફોજદારી કાર્યરીતિ સંહિતાવિશે જાણો . . . 

CRPC -ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ? ?

મિત્રો આપણાં મનમાં પ્રશ્ન થતો હશે કે ભારતીય ફોજદારી કાર્યરીતી સંહિતા એટ્લે શું તેનો અર્થ શું થતો હશે?

તમે ઘણી વાર તમને ફોજદારી કાર્યરીતી શબ્દ ટીવી અથવા NEWS PAPERS માં જોવા અને વાંચવામાં અથવા સાંભળવામાં આવ્યું હશે,

તમને એવું પણ થતું હશે કે CRPC શું છે?

તો સીઆરપીસી એટ્લે ઇંગ્લિશમાં CRIMINAL PROCEDURE CODE જેને ટૂંક માં CRPC પણ કહેવામા આવે છે.

આ શબ્દો નો ઉપયોગ ખાસ કરીને વકીલ ,પોલીસ, કાયદાનું ભણતર કરનાર અને કોર્ટ કચેરી નું

કાર્ય કરતાં લોકો ને વધારે ખ્યાલ હોય છે.

તો ચાલો જાણીએ ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા શું છે ?

ક્રિમિનલ પ્રોસીજર કોડ માં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ આરોપી દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય અથવા તો તેને સજા કરવી, તેનું INVESTIGATION કરવું, શંકાસ્પદ ગુનેગારો ની શંકા, આરોપી વ્યક્તિ ની નિર્દોષતા, પત્ની,બાળક અને માતા પિતા ના ભરણપોષણ ના કાયદા માટે કાર્ય કેવી રીતે કરવું તે જણાવવામાં આવ્યું છે.

ચિત્ર પ્રતિકારત્મક છે
CRPC -ફોજદારી કાર્યરીતિ સંહિતા

ભારતીય ફોજદારી કાર્યરીતી સંહિતા કલમ -૧ ( CRPC SEC – 01 )

સંક્ષિપ્ત શીર્ષક, વ્યાપ તથા પ્રારંભ : 

  1. આ અધિનિયમ ફોજદારી કાર્યરીતિ સંહિતા, 1973 કહેવાશે.
  2. સમગ્ર ભારતને લાગુ પડશે. પરંતુ પ્રકરણ ૮,૧૦,તથા ૧૧ને લગતી હોય તે સિવાયની આ સંહિતાની જોગવાઈઓ ;   (ક )  નાગાલેંડ રાજ્ય ને :  (ખ ) જનજાતિ વિસ્તારો ને , લાગુ પડશે નહીં .

 પરંતુ  સબંધિત રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા જાહેરનામા માં નિર્દિષ્ટ કરવામાં આવે તે મુજબ પૂરક, પ્રાસંગિક અથવા આનુસંગિક ફેરફારો સહિત સમગ્ર નાગાલૈંડ રાજ્ય અથવા તેના ભાગ અથવા યથા પ્રસંગે , તેવા જનજાતિ વિસ્તારોને તેવી જોગવાઇઓ લાગુ પાડી શકશે.

  સમજૂતી : આ કલમમાં જનજાતિ વિસ્તારો એટ્લે ૨૧, જાન્યુઆરી , ૧૯૭૨ ની તુરત પહેલા સંવિધાનની છઠ્ઠી અનુસુચિના પરિચ્છેદ-૨૦ માં ઉલ્લેખવા માં આવેલ શિલોંગ નગરપાલિકાની સ્થાનિક સ્થાનિક હદ માં હોય તે સિવાયના આસામ ના જનજાતિ વિસ્તારો નો સમાવેશ થતો હોય તે પ્રદેશો.

  1. તે સને ૧૯૭૪ ના એપ્રિલ મહિના ની ૧ લી તારીખે અમલ માં આવશે….

આ પ્રકાર ના કાયદા નું સમય સર Update માટે અમારા Telegram Group માં જોડાવ . .

Join Now – Telegram Group .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *