Mudra Loan 2024 GUJARAT | મુદ્રા લોન 2024 ગુજરાત

0
Mudra Loan 2024 GUJARAT

Mudra Loan 2024 GUJARAT

Table of Contents

Mudra Loan 2024 GUJARAT | મુદ્રા લોન 2024 ગુજરાત

 

Mudra Loan 2024 GUJARAT| મુદ્રા લોન 2024 ગુજરાત …. નમસ્કાર મિત્રો કાયદા શાસ્ત્ર માં આપનું સ્વાગત છે , આપણે જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા અલગ અલગ સરકારી યોજના લઈને આવે છે જે ભારતના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને  એવા ઘણા લોકો છે જે આ પ્રકારની સરકારી યોજનાનો લાભ મેળવતા હોય છે,

પરંતુ સમાજ માં એવા લોકો પણ છે જે લોકો આ પ્રકારની યોજના થી અજાણ હોય છે જેથી તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાનો લાભ નથી મેળવી શકતા, કારણ કે તેઓ સુધી આ પ્રકાર ની સરકારી યોજના પોહચી નથી શકતી અને અજ્ઞાનતાના કારણે સરકારી યોજના નો લાભ મેળવી નથી શકતા. તો આપ સર્વ માટે આજે સરકારી યોજનામાં આવેલ એક એવી યોજના છે તેના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.

આપણે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજના એટલે કે મુદ્રા લોન (Mudra loan 2024 GUJARAT ) યોજના જેને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કહેવામાં આવે છે .

તેના વિશે વિસ્તારપૂર્વક જાણકારી મેળવીશું.

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં બેરોજગારીની  સંખ્યા ખૂબ જ વધી ગઈ છે લોકોની નોકરીઓ નથી મળી રહી અને જો નોકરી મળે છે તો તેનું વેતન ઘણું જ ઓછું હોય છે જેના કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ જાય છે.સાથે સાથે મોટા મોટા ઉદ્યોગોનો પગ બેસારો થયો મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ તેના કારણે નાના નાના ઉદ્યોગો પડી ભાંગ્યા લોકોનો રોજગાર છીનવાઈ ગયો એના ઉદ્યોગો સાથે મધ્યમ ઉદ્યોગો પડી ભાંગવાથી આ ઉદ્યોગો સાથે સંકળાયેલ પરિવારોને આર્થિક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

મુદ્રા લોન શરૂ કરવાનો સરકાર નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

લોકો મોટા ઉદ્યોગો તરફ આકર્ષવા લાગે અને નાના ઉદ્યોગો ખાલી થવા લાગે. જેના કારણે બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધવા લાગ્યું આ બધા કારણો હોવાના લીધે ભારત સરકાર દ્વારા એપ્રિલ 2015માં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની શરૂઆત કરવામાં આવી .

પ્રધાનમંત્રી મુદ્રા લોનનું મુખ્ય હેતુ નાના નાના વેપારીઓ કે જો કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે અથવા પહેલાથી કોઈ વ્યવસાય શરૂ કરવામાં આવેલ હોય તેવા વ્યવસાયને વધારવા માટે બેંકોના માધ્યમથી ₹50,000 થી લઈ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની યોજના કરવામાં આવેલ છે .

તો આજે આપણે આ આર્ટિકલમાં મુદ્રા લોન ને સંબંધિત દરેક વિષય પર વિસ્તારપૂર્વક વાત કરીશું જેવી કે મુદ્રા લોન શું છે આ યોજના કોની મળી શકે કયા કયા દસ્તાવેજ રજૂ કરવા પડશે કેટલા સુધીની સહાય મળવાપાત્ર છે મુદ્રા લોન ના પ્રકાર કેટલા છે?

Mudra loan 2023
Mudra loan 2024

Mudra Loan 2023 | મુદ્રા લોન 2024ગુજરાત

Micro Unites Development And Refinance Agency (MUDRA) લૉન યોજના કેન્દ્ર સરકારની મોટા સ્તર પર કરવામાં આવેલ એક પહેલ છે, જેના માધ્યમથી Individual, SME(Small to Medium Enterprise) અથવા MSME(Micro Small & Medium Enterprises) ને લોન આપવામાં આપવે છે,

સરકાર દ્વારા અમલ માં મૂકવામાં આવેલ Mudra Loan ને 3 વિભાગમાં વહેચવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  1. શિશુ (Shishu loan )   : (શરૂઆતથી ૫૦,૦૦૦ સુંધી)

  2. કિશોર (Kishore loan): (૫૦,૦૦૦ થી ૫ લાખ સુંધી)

  3. તરૂણ(Tarun Loan)     : (૫ લાખ થી ૧૦ લાખ સુધી)

Mudra Loan દ્વારા શરૂઆતથી ૧૦ લાખ સુંધી લોન આપવામાં આવે છે.

મિત્રો તમને જાણીને ખુશી થશે કે આ સહાય મેળવવા માટે કોઈ પણ પ્રકાર ની સિક્યોરિટીસ આપવાની જરૂરિયાત નથી.

Mudra Loan ના ૩ પ્રકારને વિસ્તાર પૂર્વક સમજીએ.

  1. શિશુ (Shishu loan )

શિશુ લોન દ્વારા જે વ્યક્તિઑ એટ્લે કે નાના વેપારીઑ જેને લઘુ ઉધ્યોગ અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તેના માટે સરકાર દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા સુંધી લોન ની સહાય કરવામાં આવે છે.

 2.કિશોર (Kishore loan)

કિશોર લોન માં જે વેપારીઓ એ પોતાનો વ્યવસાય શરૂ કરી લીધો છે અને તેઓ આર્થિક રીતે પરેશાન છે જેના કારણે પોતાના વ્યવસાયને સ્થિર રાખી ને વધુ સફળ નથી કરી શકતા તો તેવા વેપારીઓ ને પોતાનો વ્યવસાય ને વધારવા અને થોડા ઊંચા સ્તર પર લઈ જવા માંગે છે તેવા વેપારીઓ ને સરકાર દ્વારા ૫૦,૦૦૦ થી લઈ ને ૫ લાખ સુંધી લોન ની સહાય કરવામાં આવે છે.

3.તરૂણ(Tarun Loan)

તરુણ લોન દ્વારા જે વેપારીઓ નો વ્યવસાય શરૂ થઈ ગયો છે અને સારા પ્રમાણમાં ચાલે પણ છે પરંતુ તે વેપારીઓ ને પોતાના વ્યવસાય ને વધુ સારા પ્રમાણ માં વિકાસ કરવા તથા વધુ લોકો સુધી પોહચે અને તે વેપારીઓ વ્યવસાય દ્વારા આર્થિક રીતે વધુ મજબૂત થાય તે માટે આ લોનમાં સરકાર દ્વારા ૫લાખ થી ૧૦ લાખ સુંધી ની લોન આપવામાં આપવામાં આવે છે.

 Mudra Loan કોને મળી શકે છે ? Mudra Loan 2024 GUJARAT | મુદ્રા લોન 2024 ગુજરાત.

મુદ્રા લોન મેળવવા માટે નીચે મુજબ ના શરતો નું પાલન થવું જરૂરી છે.

  • અરજદાર ભારત નો નાગરિક હોવો જોઈએ
  • અરજદાર ની ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ.
  • જો અરજદાર આ યોજના ની સહાય મેળવવા માંગે છે તે વ્યક્તિ એ જે વ્યવસાય શરૂ કરવા માંગે છે તે વ્યવસાય નું માળખું હોવું જોઈએ .
  • જે અરજદાર આ સહાય મેળવવા માંગે છે તે વેપારી જે વ્યવસાય શરૂ કરવા માંગે છે તો તે વ્યવસાય ને લગતી તમામ માહિતી એટ્લે કે વ્યવસાય નું નામ, કયા પ્રકાર નો વ્યવસાય છે, તેમાં કઈ સામગ્રી નો ઉપયોગ કરવામાં આવશે તેવી દરેક માહિતી હોવી જોઈએ .
  • અરજદાર નો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ એટ્લે કે જો અરજદારે અન્ય કોઈ બઁક માથી લોન લીધેલી છે અને તે લોન ના હપ્તા સમયસર ભરતા ના હોય તો તેમનો ક્રેડિટ સ્કોર ઓછો હશે તો તેમને આ યોજના દ્વારા લોન ની સહાય નહીં મળી શકે.
  • અરજદાર પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ.

મુદ્રા લોન મેળવવા માટે કયા Documents હોવા જરૂરી છે?

  • અરજદાર નું બઁક ખાતું
  • ઇન્કમ ટેક્સ રિટર્ન
  • સેલ્સ ટેક્સ રિટર્ન
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વોટિંગ કાર્ડ
  • જન્મ દાખલો
  • રહેઠાણ નું અને પોતાનું ઓળખ પત્ર

મિત્રો આપણે મુદ્રા લોન કોને મળી શકે અને તે માટે કયા Documents ની જરૂર પડે છે તે વિશે ચર્ચા કરી લીધી તો ચાલો હવે તે ને મેળવવા કેવી રીતે અરજી કરાય તે જોઈએ .

How to Apply for Pradhan Mantri Mudra Loan? Mudra Loan (મુદ્રા લોન માટે કેવી રીતે અરજી કરવી ? )

મુદ્રા લોન માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકીએ છીએ .

તો ચાલો કેવી રીતે online અરજી કરીએ તે જાણીએ .

PM Mudra Loan Apply Online

  • સૌપ્રથમ તમારે Pradhan Mantri Mudra Loan ની ઓફિસિયલ વેબ સાઇટ પર જવાનું રહેશે https://www.mudra.org.in/પર ક્લિક કરો 
    એટ્લે સીધા ત્યાં પોહચી જશો.
  • ઉપર જણાવેલ લિન્ક પર ક્લિક કરશો એટ્લે એક વિન્ડો ઓપન થશે ત્યાં તમને તમારી સ્ક્રીન ઉપર નવું પેજ આવશે.
  • તે પેજ પર તમને Online Apply માટે ની લિન્ક દેખાશે ત્યાં ક્લિક કરવાનું રેહશે પછી સૌપ્રથમ તમને મોબાઇલ નંબર, 
    ઈમેલ આઈડી અને તમારું નામ આપવાનું રેહશે ,
સૌપ્રથમ ફોટોમાં જણાવ્યા નુજબ ક્લિક કરો
સૌપ્રથમ ફોટોમાં જણાવ્યા નુજબ ક્લિક કરો
Otp generate karo
Otp generate karo
  • ત્યાર બાદ તમને ત્યાં Operate OTP નું ઓપ્શન હશે ત્યાં ક્લિક કરશો એટ્લે એક otp તમારા મોબાઇલ પર મેસેજ આવશે 
    તે ઓટીપી નાખ્યા પછી તમારું રજીસ્ટ્રેસન સફળ થઈ ગયું છે એવું બતાવશે.
Mudra Loan પસંદ કરો
Mudra Loan પસંદ કરો
  • પછી એક નવું પેજ ખુલશે ત્યાં તમારી પાસે થી તમારું નામ, સરનામું, મોબાઇલ નંબર , ઈમેલ આઇડી, Education details, વ્યવસાય, 
    કેટલા રૂ ની લોન ની જરૂર છે વગેરે માહિતી આપવાની રેહશે માહિતી આપ્યા પછી Save ઉપર ક્લિક કરવાનું રેહશે એટ્લે તમારી માહિતી Save થઈ જશે.
  • ત્યાર બાદ નીચે મુજબ મુજબ એક પેજ ખૂલસે જેમાં તમો એ Loan Application Center પર ક્લિક કરવાનું રેહશે 
    એટ્લે ત્યાં ક્લિક કરશો તો તમને નવું પેજ આવશે.
Loan Application center પર ક્લિક કરો
Loan Application center પર ક્લિક કરો
  • જેમાં તમને શિશુ લોન, કિશોર લોન , અને તરુણ લોન એમ તમને ઓપ્શન હશે જેમથી તમને તમારી જરૂરિયાત મુજબ લોન નો પ્રકાર પસંદ કરવાનો છે.
લોન નો પ્રકાર પસંદ કરો
લોન નો પ્રકાર પસંદ કરો
  • લોનની જરૂરિયાત મુજબ લોન નો પ્રકર પસંદ કર્યા પછી ત્યાં તમારે તમારા વ્યવસાય ને લગતી તમામ માહિતી ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભર્યા પછી Save My Details માં ક્લિક કરવાનું રહેશે પછી બાજુ માં ત્યાં Next નું બટન હશે ત્યાં ક્લિક કરવાનું રેહશે.
  • Next નું બટન પર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે જેમાં તમને તમારા વ્યવસાય ને લગતી માહિતી માંગશે જે આપવાની છે પછી save કરવાનું રહેશે.
  • ઉપર મુજબ માહિતી ભર્યા પછી Documents KYC માટે પેજ આવશે ત્યાં તમારા આધારકાર્ડ,ફોટો, સહી નો ફોટો, Address Proof વગેરે જેવા 
    Documents અપલોડ કરવાના રહેશે.
  • ઉપર મુજબ Documents અપલોડ કર્યા બાદ માહિતી ને save કરવાની રેહશે.
મુદ્રા લોન ની માહિતી ભરો
મુદ્રા લોન ની માહિતી ભરો
  • Save કર્યા પછી તમને Thank You ફોર Applying no મેસેજ બતાવશે.
  • Mudra લોન માટે અરજી કર્યા પછી તમને દરરોજ ત્યાં જોવાનું રેહશે કેમકે ત્યાં તમારા લોન ની માહિતી ની અપડેટ આવતી રેહશે.
  • મુદ્રા લોન લેનાર ને એક મુદ્રા કાર્ડ આપવામાં આવે છે જેને તમે બઁક ના Debit કાર્ડ જેવુજ ઉપયોગ કરી શકાય છે.
Mudra Loan 2023 | મુદ્રા લોન ૨૦૨૩
Mudra Loan 2024 GUJARAT મુદ્રા લોન ૨૦૨4 ગુજરાત

 

મિત્રો તો તમને મુદ્રા લોન ને online કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી સમજાવી દેવામાં આવી છે , જો તમને વધુ માહિતી મેળવવી હોય તો તમે નજીકની કોઈ પણ બઁક માં જઈને પૂછપરછ કરી શકો છો .

મિત્રો તમને જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને આગળ મોકલો જેથી તે પણ નવો વ્યવસાય શરૂ કરીને પોતાનું અને તેના કુટુંબ નું જીવન સુધારી શકે.

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા telegram ચેનલ માં જોડાઓ . .  Telegram લખ્યું છે ત્યાં ક્લિક કરો . 

આ પણ વાંચો –

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

About us :  Advocate Alpesh Vaghela . 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *