Kaydashaastra/Advocate Alpesh Vaghela
About us : કાયદા શાસ્ત્ર એટ્લે કે આપણે જાણીએ છીએ કે આપણાં ભારતીય ઇતિહાસ માં ઘણા બધા સંત મહાસંત થઈ ગયા છે, અને તેમના દ્વારા ઘણા શાસ્ત્રો ને લખવામાં આવ્યા છે, અને તે શાસ્ત્રો નો અભ્યાસ આજે પણ આપણે કરીએ છીએ જે આપણાં જીવન માં ડગલે ને પગલે ઘણા જ ઉપયોગી થાય છે .
તો તેને અનુરૂપ આપણે આપ સર્વે માટે કાયદા શાસ્ત્ર નો પ્રારંભ કર્યો છે જેનાઉપયોગ દ્વારા આપનું જીવન સરળ કરવાનો પ્રયત્ન કરીશું.
જ્યાં આપ સર્વે ને કાયદા નું સરળ અને સચોટ ભાષા માં સમજવા આવશે.
જેવા કે ફોજદારી કાયદો( Criminal law ), દિવાની કાયદો ( Civil Law ), ફૅમિલી કાયદાઓ ( Family Law ), વાહન અધિનિયમ ને લગતા કાયદા ( Motor Vehicle law, જમીન ને લગતા કાયદાઓ ( Land Law ) , કોર્ટ મેરેજ ( Court Marriage) , છૂટા છેડાં ( Divorce), વિગેરે કાયદાઓ વિશે સમજવામાં આવશે.
સાથે સાથે ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ સરકારી યોજનાઓ વિશે વિસ્તાર પૂર્વક સમજવામાં આવશે .
ગુજરાત ,ભારત , અને દેશ -વિદેશ બનતા બનાવો ને પણ સરળ અને સચોટ ભાષા માં આપણાં માટે લાવવામાં આવશે..
આ વેબસાઇટ એટ્લે કે kayda શાસ્ત્ર વકીલ શ્રી અલ્પેશ વાઘેલા (Advocate ) દ્વારા ચલાવવામાં આવે છે. જે બરોડા માં છેલ્લા ૭ વર્ષ થી વકીલાત ની પ્રેક્ટિસ કરે છે અને કાયદાનું ઊંડું અનુભવ પણ ધરાવે છે , તેમણે આણંદ ની આણંદ લૉ કોલેજ માથી કાયદા ના સ્નાતક ની ડિગ્રી મેળવેલ છે . પ્રાથમિક શિક્ષણ યાત્રા ધામ ડાકોર માં આવેલ ડોન બોસકો (Don Bosco ) હાઈસ્કૂલ માથી મેળવેલ છે.
સાથે સાથે Bachelor Of Social Work , P.G.D.HRM , LL.B ની ડિગ્રી ધરાવે છે.
સાથે તેઓ સોશિયલ મીડિયા માં પણ ઘણા એક્ટિવ રહે છે જ્યાં Instagram માં તેઓ દરરોજ કાયદા ને લગતા VIDEO બનાવી ને સમાજ ને જાગૃત કરવાનું કાર્ય કરે છે ,અને તેમને ૧ લાખ ની વધુ Instagram માં ફોલો કરે છે , સાથે સાથે ફેસબુક અને Youtube માં પણ એક્ટિવ રહી કાયદા ને લગતી માહિતી આપી લોકો ને જાગૃત કરે છે .