Hindu Marriage act sec 14 | Divorce |છૂટાછેડા
હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫
Hindu Marriage act sec 14 -15 – 16
આજે આપણે ”હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫ ” Hindu Marriage Act Sec 14 – 15 અને 16 વિષે ચર્ચા કરીશું જેમાં આપણે જાણીશું કે જ્યારે કોઈ યુગલ લગ્ન કરી લે છે અને જો તે યુગલ વચ્ચે કોઈ પણ પ્રકાર ના અણબનાવ મનભેદ અથવા મતભેદ અથવા એકબીજા સાથે રહી ના શકતા હોય તો તેવા સમયમાં તે યુગલ એક વર્ષ ની અંદર છૂટાછેડા ( Divorce ) માટે અરજ કરી શકે છે કે નહીં અથવા ક્યારે કરી શકે ?
અથવા જો ઉપર જણાવ્યા મુજબ કોઈ યુગલે છૂટાછેડા લીધા હોય તો તે વ્યકતી બીજા લગ્ન એટ્લે કે પુનઃ લગ્ન ક્યારે કરી શકે અથવા એવા લગ્ન કે રદ થયેલા હોય અથવા રદ થવાના પાત્ર હોય તેવા લગ્નથી થયેલા બાળક ઔરસતા વિષે ચર્ચા કરીશું .
Hindu Marriage act sec 14.
લગ્ન થયા પછીના એક વર્ષની અંદર છુટાછેડા માટેની અરજ કરી શકાશે નહીં.
૧) આ અધિનિયમમાં ગમે તે મજકુંર હોય છતાં છૂટાછેડા માટેના હુકમના માંથી લગ્ન માટેની અરજ તે અરજ કરવાની તારીખે લગ્નની તારીખથી એક વર્ષ પૂરું થયું ન હોય તો કોઈ પણ ન્યાયાલય થી તે સ્વીકારી શકાશે નહીં.
પરંતુ તે અર્થે ઉચ્ચ ન્યાયાલય કરે તે નિયમો અનુસાર કરેલી અરજ ઉપરથી ન્યાયાલય સદરહુ બાબત અરજદારને વેઠવી પડતી અસાધારણ હાર્ડમારી અથવા પ્રતિવાદીના અસસાધારણ દુરાચારણને લીધે લગ્નની તારીખે 1 વર્ષ વીતી જાય તે પહેલા અરજ કરવાની છૂટ આપી શકશે,
પણ અરજની સુનાવણી વખતે ન્યાયાલયને એમ લાગે કે અરજદાર ને સદરહું કેસના સ્વરૂપ અંગે ખોટી રજૂઆત કરીને અથવા કંઈ છુપાવીને અરજ કરવાની પરવાનગી મેળવી છે તો ન્યાયાલય પોતે જ હુકમનામું કરી આપે તો લગ્નની તારીખથી એક વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી તે હુકુમનામું અમલી બનશે નહીં એ શરતે તેમ કરી શકશે,
અથવા એવી રીતે કાઢી નાખેલ અરજના સમર્થનમાં કહેવામાં આવી હોય તે જ અથવા મુખ્યત્વ તેજ હકીકતો ઉપરથી સદર હું એક વર્ષ પૂરું થયા પછી કરવામાં આવે તેવી કોઈ અરજને બાધ આવ્યા વગર સદરહુ અરજી કાઢી નાખી શકશે
૨).
લગ્નની તારીખથી એક વર્ષ પૂરું થયા પહેલાં છૂટાછેડા માટેની અરજી રજૂ કરવાની પરવાનગી માટેની આ કલમ હેઠળની કોઈ અરજીનો નિકાલ કરતી વખતે લગ્નથી થયેલા સંતાનોનું હિત અને સદરહુ એક વર્ષ પૂરું થયા પહેલાં પક્ષકારો વચ્ચે સમાધાન થવાનો વ્યાજબી સંભવ છે કે નહીં તે ધ્યાનમાં લેવો જોઈએ
Hindu Marriage act sec-15
છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ ક્યારે પુના લગ્ન કરી શકે?
છૂટાછેડા માટેના હુકમના માંથી લગ્નનો વિચ્છેદ થયો હોય અને હુકમનામાં સામે કાંતો અપીલ કરવાનો હક ન હોય અથવા એવો હક હોય તો અપીલ રજૂ થયા વિના અપીલ કરવાની મુદ્દત વીતી ગઈ હોય અથવા અપીલ રજૂ કરી હોય અને તે કાઢી નાખવામાં આવી હોય ત્યારે બેમાંથી કોઈ પક્ષકાર પુનઃ લગ્ન કરે તો તે કાયદેસર ગણાશે..
Hindu Marriage act sec-16
કલમ ૧૬.. રદ અથવા રદ થવાને પાત્ર લગ્નથી થયેલા બાળકોની ઓરસ્તા.
૧) . કલમ 11 હેઠળ રદબાતલ લગ્ન હોવા છતાં લગ્ન કાયદેસર ન હોય તેવા લગ્નનું ઓરસ હોય એવું કોઈ બાળક લગ્ન કાયદા અધિનિયમ 1976 આરંભ પહેલા અથવા પછી આવું બાળક જનમ્યું હોય તો અને અધિનિયમ તે લગ્નના સંબંધમાં લગ્નની રદબાતલતા મંજૂર થઈ હોય કે ન હોય અથવા અધિનિયમ હેઠળની અરજ પરથી હોય તે સિવાય લગ્ન રદ કર્યો હોય કે ન કર્યો હોય તો તે ઔરસ ગણાશે.
૨). કલમ 12 હેઠળ રદ કરી શકાય એવા લગ્નના સંબંધમાં તે રદબાતલ કરાવતું હુકમનામું મંજુર થયું હોય ત્યારે હુકમનામું થયા પહેલાં જન્મેલૂ અથવા ગર્ભસ્થ બાળક લગ્ન રદ કરવાને બદલે હુકમનામાની તારીખે લગ્ન વિચ્છેદ થઈ ગયો હોય તો લગ્નતા પક્ષકારોનું જે બાળક ઔરસ તે બાળક ગણત તે બાળક રદબાતલ ઠરાવવાનું હુકમનામું થયું હોવા છતાં તેમનું ઓરસ બાળક છે એમ ગણાશે
૩).
પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) ના કોઈપણ મજકૂર નો અર્થ રદ હોય અથવા કલમ ૧૨ હેઠળ રદબાતલના હુકમ ના માંથી ગેરકાયદેસર જાહેર કર્યું હોય તેવા લગ્નથી થયેલું કોઈ બાળક તેના માતા પિતા સિવાય બીજી કોઈ વ્યક્તિની મિલકતના હક અથવા મિલકત માટે આ અધિનિયમ કર્યો ન હોય તો આવું બાળક પોતાના માતા પિતાનું ઔરસ બાળક ન હોવાના કારણે જે હક પ્રાપ્ત કરી અથવા સંપાદન કરી શકત નહીં તેઓ હક પ્રાપ્ત કરતું હોય એવો અર્થ કરવામાં આવશે નહીં…
આ પણ વાંચો ..
છૂટાછેડા ક્યારે મળી શકે ? કલમ 13 .
Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .