Site icon kaydashaastra.com

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા

જો તમે (Court Marriage) Inter Caste Marriage કરવા જઈ રહ્યા છો તો તમને આ લાભ મળી શકે છે .

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા

 

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત માં હજુ પણ ઘણી જ્ગ્યા છે જ્યાં જાતિવાદ ચાલી રહ્યો છે .

જાતિવાદ ના કારણે કેટલાય લોકોના કુટુંબ ખતમ થઈ ગયા, જાતિવાદ ના કારણે સમાજ માં લડાઈ ઝ્ઘડા પણ થતાં આવ્યા છે અને લોકોના ખૂન પણ થતાં આવ્યા છે .

અને જો જ્યારે કોઈ પ્રેમી જોડાઓની વાત આવે છે કે જે inter caste હોય એટ્લે કે તેઓ હિન્દુ ધર્મના હોય અને તેમણે માતા પિતા અથવા સમાજ ની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય અથવા માતા પિતા ની મરજી દ્વારા કરવામાં આવ્યા હોય તો પણ તેમને ઘણી મુસીબતો નો સામનો કરવો પડતો હોય છે, જેમાં તે લોકો ને આર્થિક મુસીબતો નો પણ સામનો કરવો પડતો હોય છે.

જેના કારણે હિન્દુ ધર્મ ની અનુસુચિત જાતિ (એસસી) અને હિન્દુ ધર્મ ની અનુસુચિત જાતિ સિવાય અન્ય કોઈ પણ જાતિ ના વ્યક્તિઓ વચ્ચે જાતિવાદ દૂર કરવા અને સમાજમાં એક બીજી જાતિ પ્રત્યે પ્રેમ અને સન્માન વધે તેના ભાગરૂપે સરકાર દ્વારા ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલ માં મુકેલ છે જેમાં તમને

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

જેમાં રૂ.૧લાખ ની સહાય પતિ પત્ની ના સંયુક્ત ખાતા માં આપવામાં આવશે અને બીજા રૂ.૧.૫૦ લાખ પતિ પત્ની ના ઘર વપરાશ ના સાર સામાન ખરીદવા માટે આપવામાં આવશે . 

Dr.Savitaben Ambedkar intercaste Marriage Assistant Scheme ની સહાય કોને મળી શકે છે?

→ શરતો અને નિયમો / Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા

  

 મિત્રો આ સહાય મેળવાવ માટે સરકાર દ્વારા નિયમો અને શરતો રાખવામા આવી છે જો તમે નીચે મુજબની શરતો અને નિયમો નું પાલન કર્યું હશે અથવા કરશો તો તમને આ સહાયનો લાભ મળી શકે છે .

તો ચાલો જાણીએ તે કયા નિયમો અને શરતો છે.

  1. જો આ સહાય તમે ગુજરાત રાજ્ય માથી Apply કરવા માંગો છો તો લગ્ન કરનાર Couple માથી કોઈ એક ગુજરાત રાજ્ય નું મૂળ વતની હોવું જોઈએ .

  2. Inter Caste Marriage કરનાર પરપ્રાંતના હોય તો તેમના માતા પિતા ગુજરાત માં વસવાટ કરતાં હોવા જોઈએ.

  3. અનુસુચિત જાતિ (SC)હોય અને તેના સિવાય નો એક વ્યક્તિ ગુજરાત રાજ્ય સિવાય ના હોય તો તેમણે તે રાજ્યમાથી એક પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે તે હિન્દુ ધર્મ પાળે છે અને દલિત સમુદાય માથી નથી આવતા.

  4. ઉપર મુજબ જો શરત પ્રમાણે હશે તો લગ્ન કર્યા ના 2 વર્ષ ની અંદર અરજ કરવાની રહશે.

  5. અરજ કરનાર વ્યક્તિએ પેહલા લગ્ન કર્યા હશે એટ્લે કે વિધુર કે વિધવા હશે અને કોઈ બાળક ના હોય તેવા કપલ અરજી કરી શકશે.

  6. આ સહાય મેળવવા માટે કોઈ પણ આવક મર્યાદા રાખવામા આવેલ નથી.

આ સહાય મેળવવા અરજ કરતી વખતે કયા Documents રજૂ કરવા પડે છે?

 

⇒. ચલો જાણીએ કયા Documents ની જરૂર પડશે.

  1. અરજદારનું adhar card

  2. લગ્ન કરનાર દંપતીનું જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate )

  3. લગ્ન કરનાર દંપતી નો શાળા છોડ્યા નો દાખલો ( School leaving Certificate )

  4. રહેઠાણ નો પુરાવો જેમાં ભાડા કરાર, લાઇટ બિલ, વોટિંગ કાર્ડ, રેશન કાર્ડ, લાઇસન્સ વિગેરે માથી કોઈ પણ એક પુરાવા માટે જોઈશે.

  5. Marriage Registration Certificate ( લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર )

  6. અરજદારે જો છૂટાછેડા લીધા હોય તો કોર્ટ માથી આપવામાં આવેલ છૂટાછેડા ની decree રજૂ કરવાની રેહશે (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો )

  7. અરજદારે મરણનો દાખલો રજૂ કરવાનો રેહશે જો અરજદાર વિધુર અથવા વિધવા હોય તો

  8. અરજદારે ક્યારે છૂટાછેડા ક્યારે લીધા તેનો દસ્તાવેજ ( લગ્ન સમયે જો પરણિત હોય તો)

  9. અરજદારે યુવક યુવતી ના જોઇન્ટ અકાઉંટ ની બઁક ની પાસબુક ના પ્રથમ પાન ની નકલ – Cancel ચેક (અરજ કરનાર નામનું ) રજૂ કરવાનું રેહશે.

  10. અરજદાર નું એકરારનામું

  11. લગ્ન ના પ્રમાણપત્ર મેળવવા માટે ભરવામાં આવેલ ફોર્મ .Dr.Savitaben Ambedkar intercaste Marriage Assistant Scheme નો મુખ્ય હેતુ શું છે ?

આ સહાય નો મુખ્ય હેતુ સમાજમાં જાતિવાદને દૂર કરવા માટે છે. જેમાં એક દલિત સમાજ ના વ્યક્તિ સાથે દલિત સમાજ સિવાય ના કોઈ વ્યક્તિ સાથે પારંપારિક રીતે લગ્ન કરનાર યુગલો ને આર્થિક સહાય માટે સરકાર તરફથી ૨.૫૦ લાખ રૂપિયા ની સહાય કરવામાં આવે છે.

આ સહાય મેળવવા માટે કેવી રીતે અરજી કરવી ? Process Of Dr.Savitaben Ambedkar intercaste Marriage Assistant Scheme.

જે યુગલ એ ઉપર મુજબ જાણવામાં આવેલ શરતો અને નિયમોનો પાલન કરેલ છે તેવા યુવક યુવતી નીચે મુજબ અરજ કરી શકે છે.

સૌપ્રથમ અરજદારે https://esamajkalyan.gujarat.gov.in/ સાઇટ માં જવાનું રેહશે ત્યાર બાદ અરજદારે ઉપર જણાવેલ સાઇટ માં જઈને પોતાનું રજીસ્ટ્રેસન કરવાનું રેહશે.

Dr.Savitaben Ambedkar intercaste Marriage Assistant Scheme.

બધા Documents upload કર્યા પછી Submit કરવાનું રેહશે એટ્લે તમારી અરજી સફળ થઈ ગઈ છે તેવો મેસેજ તમને દેખાશે.

 

Court Marriage કરવાથી મળશે ૨.૫૦ લાખ રૂપિયા

મિત્રો આપણે તમને Dr.Savitaben Ambedkar intercaste Marriage Assistant Scheme વિશે તમામ માહિતી જણાવી દીધી છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને શેર કરો .

⇒.વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબ

પ્રશ્ન : અમે બંને હિન્દુ છે અને એકજ જાતિ ના છીએ તો અમને આ સહાય નો લાભ મળશે ?

જવાબ : ના

પ્રશ્ન    : અમે બંને આંતરજાતીય લગ્ન કરેલ છે પરંતુ લગ્ન

(Court Marriage)કરે 3 વર્ષ થઈ ગયા છે તો લાભ મળી શકે ?

જવાબ : ના મળી શકે

પ્રશ્ન : અંતરજાતિય લગ્ન

(Court Marriage) કર્યા હોય તો કેટલા વર્ષ ની અંદર અરજ કરવી પડે ?

જવાબ : લગ્ન ની તારીખ થી 2 વર્ષ ની અંદર

 પ્રશ્ન   : હું દલિત સમાજ માથી છું અને મારૂ partner મુસ્લિમ છે તો સહાય મળશે ?

જવાબ  : ના મળી શકે.

પ્રશ્ન     : અમે Inter Caste

(Court Marriage) લગ્ન કરેલ છે અને પરંતુ હમણાં ગુજરાત ની બહાર રહીએ છીએ તો લાભ મળી શકે ?

જવાબ : હા મળી શકે .

About us :  Advocate Alpesh Vaghela 

આ પણ વાંચો ..

CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI 

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

CrPC Sec- 167 | Remand Etle shu | રિમાન્ડ ક્યારે મળે ?

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

Exit mobile version