Hindu Marriage act sec 13 Divorce |છૂટાછેડા
હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૫૫
Hindu Marriage act sec 13 છૂટાછેડા
મિત્રો આજે આપણે કાયદા શાસ્ર માં Hindu Marriage act sec 13 Divorce |છૂટાછેડા વિષે જાણીશું અને તેમાં આપ સર્વ ને મન માં પ્રશ્ન થતો હસે કે છૂટાછેડા લેવા છે તો કયા કારણો હશે જેના લીધે તમો છૂટાછેડા મેળવી શકશો , તો ચાલો હવે જાણીશું કે કયા કારણો દ્વારા છૂટાછેડા તમે તમારા પતિ અથવા પત્ની પાસે થી લઈ શકો છો.
1. પતિ અથવા પત્નીએ કરેલી અરજ ઉપરથી અધિનિયમના આરંભ પહેલા અથવા પછી વિધિસર થયેલા લગ્નનો વિચ્છેદ છૂટાછેડા(Divorce)માટેના હુકમના માંથી નીચેના કારણો કરી શકાશે, જો બીજા પક્ષકારે
1. વિધિસર લગ્ન કર્યા પછી પોતાના પતિ કે પત્ની સિવાયની બીજી કોઈ વ્યક્તિ સાથે શ્વેચ્છાથી મૈથુન કર્યું હોય અથવા,
1 ક) .લગ્ન કર્યા પછી અરજદાર સાથે ક્રૂર વર્તન કર્યું હોય અથવા,
૧ ખ). – અરજ કર્યા પહેલાં તરત ના બે વર્ષથી ઓછી ન હોય તેટલી સતત મુદત સુધી અરજદારને તેજી દીધો હોય અથવા
૨. ધર્માંંતર કરવાથી હિન્દુ રહ્યો ન હોય અથવા
૩. તે અસાધ્ય હોય તેવા અસ્થિર મગજનો હોય અથવા સતત કે સમયાંતરે એવા પ્રકારની અને એટલી હદ સુધી માનસિક અસ્વસ્થતા થી પીડાતો હોય અરજદાર પ્રતિવાદી સાથે રહે તેવી વાજબી અપેક્ષા રાખી શકાય નહીં.
સ્પષ્ટીકરણ આ ખંડમાં….
ક). માનસિક અસ્વસ્થતા એટલે માનસિક બીમારી મગજનો પૂર્ણ વિકાસ કે મનોવિકૃતિ અથવા મગજની કોઈપણ અન્ય સ્વસ્થતા કે માનસિક અશકત્તા અને તેમાં શૂન્ય મનસ્કાપણાનો સમાવેશ થાય છે.
ખ). મનો વિકૃતિ એટલે મગજનો સતત વિકાર અથવા
અશક્તિ (તેમાં બુદ્ધિની મહંતતા હોય કે ન હોય)
૪.)૧(***)
૫). સંસર્ગજન્ય ચેપથી ગુપ્ત રોગથી પીડાતો હોય અથવા
૬. કોઈ ધાર્મિક સંપ્રદાયમાં જોડાઈને સંસાર ત્યાગી દીધો હોય
૭. જે વ્યક્તિઓએ તે પક્ષકાર હયાત હોય તો સ્વાભાવિક રીતે તે વિશે સાંભળ્યું હોત તે વ્યક્તિઑ એ સાત વર્ષ કે તેથી વધુ મુદત સુધી તેના હયાત હોવા વિશે સાંભળ્યું ન હોય…
સ્પષ્ટીકરણ ….
આ પેટા કલમમાં ત્યજી દેવું એટલે લગ્નના બીજા પક્ષકારે વ્યાજબી કારણ વિના અને એવા પક્ષકારની સંમતિ વિના અથવા એવા પક્ષકારની ઈચ્છા વિરુદ્ધ અરજદારને ત્યજી દીધો હોય અને તેમાં લગ્નના બીજા પક્ષકારે જાણી બુઝીને કરેલી અરજદારની અપેક્ષા નો સમાવેશ થાય અને તેના વ્યાકરણની રૂપાંતરો તથા સમૂલિય શબ્દ પ્રયોગો નો અર્થ તદ્દનુસાર થશે.
૧ક) .અધિનિયમના આરંભ પહેલા કે પછી થયેલા લગ્નનો કોઈ એક પક્ષકાર નીચેના કારણે પણ છૂટાછેડા (Divorce)માટે હુકમના માંથી લગ્ન વિચ્છેદ માટે અરજ કરી શકશે.
૧.) જે કાર્યવાહીમાં તેઓ પક્ષકારો હોય તેમાં છૂટાછેડા (Divorce) માટેનું હુકમનામું થયા પછી એક વર્ષ કે તેથી વધુ મુદ્દત સુધી લગ્નના પક્ષકારોને દંપતિ ભાવે રહેવાનું શરૂ કર્યું ન હોય અથવા
૨). જે કાર્યવાહીમાં તેઓ પક્ષકારો હોય તેમાં દાંપત્ય હકના પુનઃ સ્થાપન માટેનું હુકમનામું થયા પછી એક વર્ષ કે તેથી વધુ મુદ્દત સુધી લગ્નના પક્ષકારો વચ્ચે દાંપત્યનું પુનઃસ્થાપન થયું ન હોય.
૨). છુટાછેડા (Divorce )માટેના હુકમના માંથી પોતાના લગ્નનો વિચ્છેદ કરવા માટે કોઈ પત્ની પણ નીચેના કારણે અરજ કરી શકશે.
૧). આ અધિનિયમના આરંભ પહેલા વિધિસર કરવામાં આવેલા લગ્ન બાબતમાં તેના પતિએ એવા આરંભ પહેલા બીજું લગ્ન કર્યું હોય અથવા અરજદારનું લગ્ન થયું તે વખતે એવા આરંભ પહેલા તેના પતિએ જેની સાથે લગ્ન કર્યા હોય એવી બીજી પત્ની હયાત હોય પરંતુ બેમાંથી કોઈ પણ પ્રસંગે અરજ કરતી વખતે તે બીજી પત્ની હયાત હોવી જોઈએ અથવા
૨). વિધિ સર લગ્ન થયા પછી બળાત્કાર માટે સૃષ્ટિ ક્રમ વિરુદ્ધ ના સંભોગ માટે અથવા પશુ સાથે સંભોગ માટે દોષિત થયો હોય અથવા
૩). હિન્દુ દત્તક વિધાને અને ભરણપોષણ અધિનિયમ 1956 ની કલમ 18 હેઠળના કોઈ દાવામાં અથવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ 125 ની હેઠળની કોઈ
કાર્યવાહીમાં પત્નીને ભરણપોષણ અથવા પતિની વિરુદ્ધ યથા પ્રસંગ હુકમનામું અથવા હુકમ થયો હોવા છતાં તે અલગ રહેતી હતી અને આવું હુકમનામું અથવા હુકમ થયાના એક વર્ષ કે તેનાથી વધારે સમય સુધી પક્ષકારોની વચ્ચે સહવાસ થયું શરૂ થયો નથી.
૪. તેનું લગ્ન (લગ્નની પુરી પૂરતી થઈ હોય કે ન હોય) 15 વર્ષની ઉંમર પૂરી થયા પહેલા વિધીસર થયું હતું અને તેની 15 વર્ષ ઉંમરે પૂરી થયા પછી પણ 18 વર્ષની ઉંમર થયા પહેલાં (Divorce ) ફાર્ગતિ આપી દીધી હતી
સ્પષ્ટીકરણ.
આ ખંડ લગ્ન કાયદા અધિનિયમ 1976 ના આરંભ પહેલા કે પછી લગ્ન વિધિસર કર્યા હોય તેને લાગુ પડશે.
Hindu Marriage act sec 13 Divorce |છૂટાછેડા
આ પણ વાંચો ..
Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .
CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?
IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI
FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .