Site icon kaydashaastra.com

POLICE FIR NA LAKHE TO SHU KARVU | 2024માં પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

નમસ્કાર મિત્રો આજે આપણે કાયદાશાસ્ત્ર ના આજના અધ્યાય માં આપણે જાણીશું કે POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફ.આઇ.આર લેવાની ના કહે તો શું કરવું ?

સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકાર નો ગુનો કે અઘટિત ઘટના બને છે તો તેની ફરિયાદ કરવા માટે આપણે પોલીસ સ્ટેશન જઈ ત્યાં ફરિયાદ લખવાની હોય છે.

અને સાથે લોકો પોલીસ સ્ટેશનના નામથી પણ ડરતા હોય છે ત્યાં જવા માટે કેમકે લોકોના મન માં ડર ઘૂસી ગયેલો હોય છે અને ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જ્યારે કોઈ ફરિયાદી તેમની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પોતાની ફાઇયાદ નોંધવા જાય છે પરંતુ ત્યાં હાજર પોલીસ અધિકારી તેમની ફરિયાદ લેવાની જ્ગયા એ તે ફરિયાદી ને ડરાવી ધમકાવી હાંકી મૂકે છે અને તેની ફરિયાદ નથી લેતા

અને તેમાં જો કોઈ ગરીબ અને અભણ અથવા જે કાયદા થી અજાણ હોય તેવી વ્યક્તિ ને ત્યાં હાજર રહેલ પોલીસ અધિકારી ફરિયાદી ને તોછડાઈ ભર્યું વર્તન કરીને ત્યાંથી હાંકી મૂકે છે,

માટે ઘણા લોકો ને પ્રશ્ન હોય છે અને સમસ્યા હોય તેવું પણ કહી શકીએ છીએ કે POLICE FIR NA LAKHE TO SHU KARVU |પોલીસ એફઆઇઆર લેવાની ના કહે તો શું કરવું ?

તો તેના માટે ફરિયાદી એ કયા કયા પગલાં લેવા તેના વિષે માહિતી આપેલ છે

POLICE FIR NA LAKHE TO SHU KARVU –પોલીસ અધિકારીના ગુનાની એફ આઈ આર નોંધવાની થાણા અધિકારી ના પાડે ત્યારે ફરિયાદી એ શું કરવું?

  1. સ્થાનિક પોલીસ ફરોયદી ની ફરિયાદ લેવાની ના પાડે ત્યારે ફરિયાદી લેખિત કરીને ટપાલ થી મોકલી આપશે R.P.C કલમ 154 (3) મુજબ મોકલી આપશે.
  2. ફરિયાદી ફરિયાદ ને લેખિત કરી ને ટપાલ થી એસ.પી.શ્રી ને મોકલી શકાય.
  3. એસ.પી.શ્રી ને લાગે આ ફરિયાદ સાચી છે તો ગુજરાત મેન્યૂ -ભાગ-3 રૂલ્સ -૧૨૪ (૫) અન્વયે તે જાતે અગર બીજા દ્વારા તપાસ કરાવશે અથવા તાબા ના અધિકારી ને આદેશ આપશે.
  4. પોલીસ સ્ટેશન માં જઈ ફરિયાદ નોંધાવી તેવું કાયદામાં ક્યાય જોગવાઈ નથી .
  5. ઉપરાંત મેજિસ્ટ્રેટ ને ફરિયાદ કરી શકે છે અને મેજિસ્ટ્રેટ તેની ફરિયાદ લઈ પોતાની પાસે રાખશે અથવા પોલીસ તરફ સી.આર.પી.સી કલમ ૧૫૬(૩) મુજબ તપાસ પોલીસ ને સોપે તો ગુજરાત પોલીસ મેન્યૂઅલ ભાગ ૩ના રૂલ્સ -૧૧૨માં જોગવાઈ કરવામાં આવે છે . અથવા કલમ ૨૦૨ મુજબ તપાસ પોલીસને સોપશે
  6. POLICE FIR NA LAKHE TO SHU KARVU 
POLICE FIR NA LAKHE TO SHU KARVU

F.I.R (એફ.આઇ.આર) એટ્લે શું ?

F.I.R જેનો ગુજરાતીમાં અર્થ ”પ્રથમ માહિતી અહેવાલ ” અને ઇંગ્લિશમાં ”FIRST INFORMATION REPORT’‘ કહેવામા આવે છે.

FIR એ CrPCની કલમ ૧૫૪ની પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવી છે.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ ગુનો થયો હોય ત્યારે તે વ્યક્તિ તેના નજીકના અથવા કોઈ પણ પોલીસ સ્ટેશન માં જઈને જે બનાવ અથવા ઘટના બની છે તેની જાણ પોલીસ ને કરે છે અને તે જાણકારી

મુજબ પોલીસ C.R.P.C (સીઆરપીસી) ની કલમ ૧૫૪ મુજબ તેમના ડાયરી માં નોંધ કરે છે જેને FIR એફ.આઇ.આર કહેવામા આવે છે. FIR ને લેખિત અથવા મૌખિક રીતે પણ આપી શકાય છે.

જો મૌખિક આપવામાં આવેલ હોય તો તેની લેખિત માં કરવું અનિવાર્ય છે,

જેની નોંધ પોલીસ દ્વારા તેમની જનરલ ડાયરીમાં કરવામાં આવે છે. અને જેના દ્વારા FIR કરવામાં આવેલ છે તેને મફતમાં તે એફઆઇઆર ની નકલ આપવામાં આવે છે.

દા.ત – સમજી લો કે કોઈ જગ્યા એ ચોરી અથવા ખૂન થયું છે તો તેની માહિતી જો તે પોલીસ સ્ટેસન એ આપે તો તેને એફ.આઇ.આર કહેવામા આવે છે.

૧) કોગ્નિઝેબલ ગુનાઓ (Cognisable offence) પોલીસ અધિકારના ગુનાઓ.

કોગ્નિઝેબલ ગુનાઓ એટ્લે કે એવા ગુનાઓ જે ગંભીર ગુનાઓ હોય છે જેવા ગુનામાં પોલીસ ને આરોપીને પકડવા માટે તેમજ તે કેસ ની તપાસ કરવા માટે મેજીસ્ટ્રેટ સાહેબ ની પરવાનગી અથવા વોરંટ ની જરૂર નથી પડતી,

આ પ્રકારના ગુનામાં પોલીસે FIR ના આધારે CrPC ની કલમ ૧૫૪ મુજબ એફ.આઇ.આર નોંધી તે ગુનાની તપાસ અને આરોપી ની ધરપકડ કરી શકે છે. \

આ પ્રકાર ના ગુના ને ગંભીર ગુના તરીકે ગણવામાં આવે છે. જેવા કે મારમારી, ખૂન, લૂટ, ચોરી, ખૂન,ધમકી, બળાત્કાર, અપહરણ,વગેરે જેવા ગુનાઑ નો સમાવેશ થાય છે .

(૨) નોન કોગ્નિઝેબલ ગુનાઓ (Non Cognisable Offence) પોલીસ અધિકાર બહારના ગુનાઓ.

નોન કોગ્નિઝેબલ ગુનાઓ એટ્લે કે એવા ગુના ઑ જેવો પોલીસ અધિકાર ની બાહર ના ગુનાઓ કહેવામા આવે છે. એવા ગુના કે જે ગુના ની તપાસ કે તે ગુના માં સમાવેલ વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો તે સમયે જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ સાહેબ ની પરવાનગી અથવા વોરંટ વગર નથી કરી શકતા.

આ પ્રકારના ગુનાની તપાસ કે આગળ કાર્યવાહી કરવા માટે જ્યુડિસિયલ મેજીસ્ટ્રેટ સાહેબ લેખિતમાં આદેશ આપે છે કે તે કેસ ની કાર્યવાહી કરે.

આ ગુનામાં સામન્ય ગુના નો સમાવેશ થાય છે. જેવા કે કોઈ વસ્તુ ખોવાઈ જવી, જાસૂસી કરવી, ધાર્મિક લાગણી દુભાવવી, જેવા સામન્ય ગુનાઓ કહેવામા આવે છે,

આ પ્રકાર ના ગુનાને પોલીસ દ્વારા તેની અરજીની નોંધ રાજીસ્ટારમાં કરવામાં આવે છે જેને નોન કોગ્નિઝેબલ રિપોર્ટ (N.C.R )પણ કહેવામા આવે છે અને તેની જાણ મેજિસ્ટ્રેટ સાહેબ ને કરવામાં આવે છે, આ એ પ્રકાર ના ગુના છે જેમાં મેજીસ્ટ્રેટ સાહેબ ની આદેશ વગર ધરપકડ થઈ શક્તિ નથી.

FIR કોણ નોંધાવી શકે ?

  1. ભોગ બનનાર વ્યક્તિ અથવા તેના થકી અન્ય કોઈ પણ વ્યક્તિ
  2. ગુના ની જાણ હોય તેવા કોઈ પણ વ્યક્તિ
  3. નજરે જોનાર સાહેદ
  4. કોઈના દ્વારા સાંભળેલ વ્યક્તિ પણ
  5. આરોપી પોતે પણ નોંધાવી શકે છે
  6. પોલીસ સ્ટેશન ઓફિસર ને ગુના ની જાત મ્હોતી આધારે પોતે પોતાના નામે નોંધાવી શકે છે
  7. સીઆરપીસી કલમ ૧૯૫ – એ તથા ૧૯૫- બી હેઠળ નીર્દેશ કરેલ ગુનાની ફરિયાદ સબંધિત વ્યક્તિ જ આપી શકે છે બીજી અન્ય કોઈ વ્યક્તિ આપી શકે નહિ .
  8. POLICE FIR NA LAKHE TO SHU KARVU

આ પણ વાંચો ..

Court Marriage કરવાથી મળશે 2.50 lakh રૂપિયા .

CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા એટ્લે શું ?

IPC- SEC -1 | IPC SEC -2 |IPC SEC-3 -4 -5 IN GUJARATI 

FIR etle Shu | F.I.R વિશે તમામ માહિતી .

આ પ્રકાર ની અન્ય સરકારી યોજના અને કાયદા વિષે જાણકારી મેળવવા માંગો છો તો અમારા Telegram ગ્રુપમાં જોડાઓ .

Exit mobile version