Site icon kaydashaastra.com

CRPC

ફોજદારી કાર્યરીતિ સંહિતા (સી આર પીસી) CRPC એટ્લે શું ?

પ્રકરણ ૧ (કલમ ૧ થી ૫ )  

ફોજદારી કાર્યરીતી સંહિતા કલમ -૧ ( CRPC  – SEC – 01 ) 

સંક્ષિપ્ત શીર્ષક, વ્યાપ તથા પ્રારંભ : 

  1. આ અધિનિયમ ફોજદારી (CRPC )કાર્યરીતિ સંહિતા, 1973 કહેવાશે.
  2. સમગ્ર ભારતને લાગુ પડશે. પરંતુ પ્રકરણ ૮,૧૦,તથા ૧૧ને લગતી હોય તે સિવાયની આ સંહિતાની જોગવાઈઓ ;   (ક )  નાગાલેંડ રાજ્ય ને :  (ખ ) જનજાતિ વિસ્તારો ને , લાગુ પડશે નહીં . 

 પરંતુ  સબંધિત રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા જાહેરનામા માં નિર્દિષ્ટ કરવામાં આવે તે મુજબ પૂરક, પ્રાસંગિક અથવા આનુસંગિક ફેરફારો સહિત સમગ્ર નાગાલૈંડ રાજ્ય અથવા તેના ભાગ અથવા યથા પ્રસંગે , તેવા જનજાતિ વિસ્તારોને તેવી જોગવાઇઓ લાગુ પાડી શકશે.

  સમજૂતી : આ કલમમાં જનજાતિ વિસ્તારો એટ્લે ૨૧, જાન્યુઆરી , ૧૯૭૨ ની તુરત પહેલા સંવિધાનની છઠ્ઠી અનુસુચિના પરિચ્છેદ-૨૦ માં ઉલ્લેખવા માં આવેલ શિલોંગ નગરપાલિકાની સ્થાનિક સ્થાનિક હદ માં હોય તે સિવાયના આસામ ના જનજાતિ વિસ્તારો નો સમાવેશ થતો હોય તે પ્રદેશો. 

3. તે સને ૧૯૭૪ ના એપ્રિલ મહિના ની ૧ લી તારીખે અમલ માં આવશે. 

Exit mobile version